દેશભરમાંથી અને વિદેશથી પણ ભક્તો અહીં દર્શન કરવા આવે છે
ભવ્ય મેળા
મહાન સંત બાબા નીમ કરોલીના કૈંચી ધામ મંદિરના ૬૦મા સ્થાપનાદિને ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું અને લાખોની સંખ્યામાં ભક્તોએ બાબા નીમ કરોલીનાં દર્શન કર્યાં હતાં તથા ભંડારામાં પ્રસાદ ગ્રહણ કર્યો હતો. મંદિર સમિતિ કહે છે કે ‘દર વર્ષે ભક્તોની સંખ્યામાં વધારો થતો રહે છે. આખું વર્ષ ભક્તો દર્શને આવે છે. ગઈ કાલે સવારે પાંચ વાગ્યે જ મંદિરમાં દર્શન કરવા માટે પાંચ કિલોમીટર લાંબી લાઇન લાગી ગઈ હતી. દેશભરમાંથી અને વિદેશથી પણ ભક્તો અહીં દર્શન કરવા આવે છે. આખી રાત હનુમાન ચાલીસાના પાઠ ચાલે છે.’
દર વર્ષે ૧૫ જૂને આ મેળાનું આયોજન થાય છે. ઉત્તરાખંડમાં નૈનીતાલ જિલ્લામાં પાવન કૈંચી ધામની સ્થાપના ૧૯૬૪માં થઈ હતી. એવું કહેવાય છે કે બાબા નીમ કરોલી મહારાજ ૧૯૬૧માં પહેલી વાર કૈંચી ધામ આવ્યા હતા.

