Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ભારતથી ૫૦,૦૦૦ કૅરગિવર્સ જશે જપાન

ભારતથી ૫૦,૦૦૦ કૅરગિવર્સ જશે જપાન

Published : 20 August, 2026 10:46 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બૉર્ડર પ્લસ નામની કંપની આગામી ચારથી પાંચ વર્ષમાં ખાસ તાલીમ આપીને રોજગારી માટે ભારતીયોને વિદેશ મોકલશે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


જાપાનમાં વૃદ્ધોની વસ્તી ઝડપથી વધી રહી હોવાથી ત્યાં મેડિકલ અને સંભાળ રાખનારાઓની નોંધપાત્ર અછત ઊભી થઈ છે. આ સમસ્યાના ઉકેલ માટે બૉર્ડર પ્લસ નામની કંપની આગામી ચારથી પાંચ વર્ષમાં ભારતમાંથી ૫૦,૦૦૦ કૅરગિવર્સ જપાન મોકલવાનું આયોજન કરી રહી છે. કંપનીએ સ્પેસિફાઇડ સ્કિલ્ડ વર્કર (SSW) પ્રોગ્રામ હેઠળ જપાનમાં બે ભાગીદારી કરી છે અને આગામી થોડા મહિનામાં વધુ ૪ ભાગીદારો ઉમેરાશે.

કંપનીના સહસ્થાપક મયંક કુમારે જણાવ્યું હતું કે ભારતમાં પ્રથમ બૅચની તાલીમ શરૂ કરી દેવાઈ છે. આ કાર્યક્રમમાં જૅપનીઝ ભાષા સાથે કૅરગિવિંગ કૌશલ્ય શીખવાડવામાં આવે છે. સામાન્ય નર્સિંગથી અલગ આ પ્રોજેક્ટમાં ધોરણ ૧૨ પાસ ઉમેદવારો પણ જોડાઈ શકે છે. તાલીમમાં ભાષા ઉપરાંત જૅપનીઝ સંસ્કૃતિ અને કાર્યસ્થળના નિયમો શીખવવામાં આવે છે. 


Whatsapp-channel Whatsapp-channel

20 August, 2026 10:46 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK