Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ISIS ના 5 આતંકવાદીઓની ધરપકડ: મુંબઈ અને દિલ્હી સહિત અનેક ઠેકાણે દરોડા

ISIS ના 5 આતંકવાદીઓની ધરપકડ: મુંબઈ અને દિલ્હી સહિત અનેક ઠેકાણે દરોડા

Published : 11 September, 2025 02:26 PM | IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

દિલ્હીથી ધરપકડ કરાયેલા આતંકવાદીઓની ઓળખ આફતાબ અને સુફિયાન તરીકે થઈ હતી, જે મુંબઈના રહેવાસી છે. સ્પેશિયલ સેલે મુંબઈમાં તેમના ઠેકાણાઓ પર પણ દરોડા પાડી ત્યાંથી શસ્ત્રો અને IED બનાવવાની સામગ્રી મળી આવી હતી. ઝારખંડના રાંચીથી અશર દાનિશની ધરપકડ કરવામાં આવી.

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

પ્રતિકાત્મક ફાઇલ તસવીર


દિવાળી પહેલા ભારતની ગુપ્તચર એજન્સીને મોટી સફળતા મળી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ અને સેન્ટ્રલ એજન્સીઓએ 3 રાજ્યોમાં દરોડા પાડીને 5 ISI આતંકવાદીઓની ધરપકડ કરી છે. સ્પેશિયલ સેલે સેન્ટ્રલ એજન્સી સાથે મળીને દિલ્હી, મુંબઈ અને ઝારખંડમાં દરોડા પાડીને આતંકવાદી હૂમલાઓનો પ્લાન કરનારને પકડી પડ્યા હતા. આ દરમિયાન 3 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી અને દિલ્હીથી 2 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી.

દિલ્હીથી ધરપકડ કરાયેલા આતંકવાદીઓની ઓળખ આફતાબ અને સુફિયાન તરીકે થઈ હતી, જે મુંબઈના રહેવાસી છે. સ્પેશિયલ સેલે મુંબઈમાં તેમના ઠેકાણાઓ પર પણ દરોડા પાડી ત્યાંથી શસ્ત્રો અને IED બનાવવાની સામગ્રી મળી આવી હતી. ઝારખંડના રાંચીથી અશર દાનિશની ધરપકડ કરવામાં આવી છે, જેના ઠેકાણામાંથી રાસાયણિક IED બનાવવાની સામગ્રી મળી આવી હતી. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે આતંકવાદીઓનું મોડ્યુલ મોટા આતંકવાદી હુમલાના કાવતરામાં સામેલ હતું.



આતંકવાદીઓની માહિતી કેવી રીતે મળી?


દિલ્હી પોલીસને 9 સપ્ટેમ્બરના રોજ સૂત્રો પાસેથી આતંકવાદી આફતાબની માહિતી મળી હતી. માહિતીના આધારે કાર્યવાહી કરતા, સ્પેશિયલ સેલે દરોડો પાડીને આફતાબને પકડી લીધો હતો, જેણે પૂછપરછ દરમિયાન દાનિશનો ખુલાસો કર્યો હતો. તેની માહિતીના આધારે, પોલીસે ગુપ્તચર એજન્સી સાથે મળીને ઝારખંડની રાજધાની રાંચીમાં દરોડા પાડ્યા.

ઝારખંડ ATS અને રાંચીની સ્થાનિક પોલીસ સાથે મળીને, ઇસ્લામ નગરના એક લોજમાં દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાં અશર ઉર્ફે દાનિશ વિદ્યાર્થી તરીકે રહેતો હતો. જ્યારે ટીમે તેની ધરપકડ કરી, ત્યારે પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે તે રાસાયણિક હથિયારો બનાવવામાં નિષ્ણાત છે. દાનિશ અને આફતાબની પૂછપરછ દરમિયાન, 3 અન્ય આતંકવાદીઓના સંકેતો મળ્યા અને તેમની ધરપકડ કરવામાં આવી.


આતંકવાદીઓ પાસેથી શું મળી આવ્યું?

અધિકારીઓના દરોડા દરમિયાન, આતંકવાદીઓ પાસેથી પિસ્તોલ, ડિજિટલ ઉપકરણો, હાઇડ્રોક્લોરિક એસિડ, નાઈટ્રિક એસિડ, સોડિયમ બાયકાર્બોનેટ, સલ્ફર પાવડર, PH મૂલ્ય તપાસનાર, વજન મશીન, બીકર સેટ, સેફ્ટી ગ્લોવ્સ, રેસ્પિરેટરી માસ્ક, લેપટોપ, મોબાઇલ ફોન, પ્લાસ્ટિક બોક્સ, સ્ટ્રીપ વાયર, સર્કિટ, મધરબોર્ડ અને ડાયોડ જપ્ત કરવામાં આવ્યા હતા.

હવે ગુપ્તચર એજન્સીઓ પાંચેય આતંકવાદીઓની પૂછપરછ કરી રહી છે જેથી તેઓ શું કાવતરું ઘડી રહ્યા હતા તે જાણી શકાય? આતંકવાદી હુમલો ક્યાં કરવાનો હતો? બોમ્બ મૂકવાની યોજના ક્યાં હતી? તેમના અન્ય સાથીઓ ક્યાં છે અને હુમલાઓનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તેઓ કોના આદેશ પર ભારતમાં આવ્યા હતા અને હુમલાનું કાવતરું ઘડી રહ્યા હતા? ઉલ્લેખનીય છે કે આ દરોડા એવા સમયે આવ્યા છે જ્યારે બિહારમાં નેપાળના રસ્તે ત્રણ આતંકવાદીઓ ઘૂસી આવ્યા હોવાના સમાચાર હતા. તેમ જ આ ત્રણ આતંકવાદીઓની ઓળખ પણ જાહેર કરી દેવામાં આવી હતી.

Whatsapp-channel Whatsapp-channel

11 September, 2025 02:26 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK