ભારત અને પાકિસ્તાન 10 વર્ષથી દ્વિપક્ષીય સિરીઝ રમ્યા નહીં, જેથી જ્યારે વૈશ્વિક ઇવેન્ટ્સમાં બન્ને ટીમો રમે છે ત્યારે ચાહકોનો ઉત્સાહ ચોક્કસપણે અનેક ગણો વધી જાય છે. આ વખતે દાવ વધુ રહેશે કારણ કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવથી પરિસ્થિતી વધુ વસણી છે.
સૂર્યકુમાર યાદવ, ઈફ્તિખાર અહેમદ
કી હાઇલાઇટ્સ
- ભારત અને પાકિસ્તાન 10 વર્ષથી એકબીજાના દેશમાં જઈને કોઈ સિરીઝ રમ્યા નથી
- સૌથી સસ્તી ટિકિટ બે માટે લગભગ 10000 રૂપિયા સુધી પહોંચી
- અહેવાલ મુજબ, ટિકિટના ભાવ હાલમાં 2.5 લાખ રૂપિયા સુધી
ભારત અને પાકિસ્તાન વચ્ચેની એશિયા કપ 2025 ની ગ્રુપ-સ્ટેજ મૅચ ક્રિકેટ જગતની સૌથી અપેક્ષિત મૅચ હોય છે, કારણ કે શું દાવ પર લાગશે, પરંતુ આઘાતજનક રીતે મૅચની ટિકિટો હજી પણ વેચાઈ ન હોવાના અહેવાલ છે. અહેવાલ મુજબ, ટિકિટના ભાવ હાલમાં 2.5 લાખ રૂપિયા સુધી છે અને તેની કિંમત તેના હજી સુધી વેચાણ ન થયા પાછળનું એક કારણ હોવાનું કહેવાય છે.
ભારત અને પાકિસ્તાન 10 વર્ષથી દ્વિપક્ષીય સિરીઝ રમ્યા નથી, જેથી જ્યારે વૈશ્વિક ઇવેન્ટ્સમાં બન્ને ટીમો રમે છે ત્યારે ચાહકોનો ઉત્સાહ ચોક્કસપણે અનેક ગણો વધી જાય છે. આ વખતે દાવ વધુ રહેશે કારણ કે ભારત અને પાકિસ્તાન કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલાના જવાબમાં શરૂ કરાયેલા ઑપરેશન સિંદૂર પછી તાજેતરમાં થયેલી લશ્કરી અથડામણની પૃષ્ઠભૂમિ પર પણ રમશે.
ADVERTISEMENT
દરમિયાન, ભારત-પાકિસ્તાન મૅચની ટિકિટો સામાન્ય રીતે કલાકોમાં વેચાઈ જાય છે, TOI ના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે `આંખોમાં પાણી લાવી દે તેવી કિંમતો અને પૅકેજ્ડ વેચાણ` ના મિશ્રણને કારણે ઘણી ટિકિટો હજી સુધી વેચાઈ નથી. અહેવાલ મુજબ, VIP Suites East ની કિંમત લગભગ 2.5 લાખ રૂપિયા છે, જ્યારે ધ રૉયલ બૉક્સની કિંમત 2.3 લાખ રૂપિયા છે અને એક ટિકિટ 1.6 લાખ રૂપિયા છે. પ્લેટિનમ લેવલની ટિકિટ પણ અંદાજે રૂ. 75,659 છે, જ્યારે સૌથી સસ્તી ટિકિટ બે માટે લગભગ 10000 રૂપિયા સુધી પહોંચી છે.
"આક્રમકતા વિના, તમે આ રમત રમી શકતા નથી" - સૂર્યકુમાર યાદવ
જ્યારે ભારતના કૅપ્ટનંએ પૂછવામાં આવ્યું કે શું ખેલાડીઓએ પાકિસ્તાન સામેની હાઇ-ઓક્ટેન મૅચમાં તેમની લાગણીઓને કાબૂમાં રાખવાની જરૂર છે, ત્યારે સૂર્યકુમાર યાદવે જવાબ આપ્યો કે કોઈપણ રમતમાં સફળ થવા માટે આક્રમકતા જરૂરી છે. તેણે કહ્યું "આક્રમકતા હંમેશા મેદાન પર હોય છે. આક્રમકતા વિના, તમે આ રમત રમી શકતા નથી. હું કાલથી મેદાનમાં ઉતરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું."
પાકિસ્તાનના કૅપ્ટન સલમાન આગાની વાત કરીએ તો, તેણે જાહેર કર્યું કે કોઈ પણ વ્યક્તિ પર આક્રમકતા બતાવવાથી કોઈ પર કોઈ પ્રતિબંધ નથી પરંતુ લોકોને લાગે છે કે તેને ફક્ત મેદાન પર જ રાખવાની જરૂર છે. "તમારે કોઈને કંઈ કહેવાની જરૂર નથી. જો કોઈ આક્રમક બનવા માગે છે, તો તેમનું સ્વાગત છે. ઝડપી બૉલરો, તેઓ હંમેશા આક્રમક રહેવા માગે છે, કારણ કે તે જ તેમને આગળ વધતા રાખે છે. જો કોઈ આક્રમક બનવા માગે છે, તો તેમનું સ્વાગત છે.’ 10 સપ્ટેમ્બર, બુધવારના રોજ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે યુએઈ સામે તેમના એશિયા કપમાં ભારત શરૂઆત કરશે.


