આ ટાસ્ક ફોર્સ જોખમનાં કારણોની ઓળખ કરશે અને સુસાઇડ અને આવી હત્યાઓને રોકવા માટેના ઉપાયો જણાવશે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
નવી દિલ્હી (પી.ટી.આઇ.) : સીઆરપીએફ (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ) અને બીએસએફ (બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ) જેવા સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સના ૪૩૬ જવાનોએ છેલ્લાં ત્રણ વર્ષમાં સુસાઇડ કર્યું છે. કેન્દ્રીય રાજ્ય કક્ષાના ગૃહપ્રધાન નિત્યાનંદ રાયે ગઈ કાલે આ માહિતી પૂરી પાડી હતી. રાયે રાજ્યસભામાં જણાવ્યું હતું કે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ-સીઆરપીએફ, બીએસએફ, સીઆઇએસએફ, એસએસબી, એનએસજી અને આસામ રાઇફલ્સમાં સુસાઇડ તેમ જ જવાનો દ્વારા પોતાના જ સાથી જવાનની હત્યાઓને રોકવા માટે એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. આ ટાસ્ક ફોર્સ જોખમનાં કારણોની ઓળખ કરશે અને સુસાઇડ અને આવી હત્યાઓને રોકવા માટેના ઉપાયો જણાવશે.