થોડા મહિના પહેલાં મીરને લાહોરની સેન્ટ્રલ જેલમાંથી શિફ્ટ કરવામાં આવ્યો હતો. મીરને પાકિસ્તાનની આર્મી દ્વારા ઍરલિફ્ટ કરીને બહાવલપુરની સીએમએચ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સમાં લઈ જવાયો હતો.
તાજ હોટેલ
નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં એક પછી એક ભારતના દુશ્મનોનો ખાતમો બોલાવાઈ રહ્યો છે. હવે કેટલાક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાનમાં ડેરા ગાઝી ખાનની સેન્ટ્રલ જેલમાં કેદ ૨૬/૧૧ મુંબઈ ટેરર અટૅક્સના મુખ્ય કાવતરાખોરોમાં સામેલ સાજિદ મીરને ઝેર આપવામાં આવ્યું છે. થોડા મહિના પહેલાં મીરને લાહોરની સેન્ટ્રલ જેલમાંથી શિફ્ટ કરવામાં આવ્યો હતો. મીરને પાકિસ્તાનની આર્મી દ્વારા ઍરલિફ્ટ કરીને બહાવલપુરની સીએમએચ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સમાં લઈ જવાયો હતો. સાજિદ મીર પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તય્યબાનો સિનિયર મેમ્બર છે અને તે મુંબઈમાં નવેમ્બર ૨૦૦૮ ટેરર અટૅક્સમાં તેની સંડોવણી બદલ વૉન્ટેડ છે.