સંસદસભ્ય સુપ્રિયા સુળેએ બચાવકાર્ય પર ધ્યાન આપવા ઉત્તરાખંડના મુખ્ય પ્રધાનને માગણી કરી
પુણેથી ઉત્તરાખંડની યાત્રાએ ગયેલા લોકો.
ગંગોત્રીની યાત્રા માટે ગયેલા પુણેના મંચર વિસ્તારમાં રહેતા આશરે ૨૪ લોકો ગુમ થયા હોવાની શંકા નિર્માણ થતાં આ મામલે સંસદસભ્ય સુપ્રિયા સુળે અને આંબેગાવના વિધાનસભ્ય દિલીપ વળસે પાટીલે ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર ધામીને બચાવકાર્ય પર ધ્યાન આપવાની માગણી કરી હતી.
આંબેગાવ તાલુકાના આવાસરી ખુર્દ વિસ્તારમાં આવેલી ભૈરવનાથ સ્કૂલના ૧૯૯૦ના દસમા ધોરણના બૅચના ૨૪ લોકોનું એક ગ્રુપ પહેલી ઑગસ્ટે ઉત્તરાખંડ ગયું હતું. તેમની સાથે છેલ્લો સંપર્ક ગંગોત્રી વિસ્તારમાં થયો હતો. એમાંથી કેટલાકે ગંગોત્રીના ફોટો પણ શૅર કર્યા હતા. જોકે વાદળ ફાટવાની ઘટના બન્યા બાદ તેમનો કોઈ સંપર્ક થયો નહોતો.


