વિપક્ષી નેતાઓએ સીજેઆઇની ટ્રોલિંગને ન્યાયના માર્ગમાં હસ્તક્ષેપ ગણાવ્યો હતો અને કહ્યું હતું કે આવું મહારાષ્ટ્રની વર્તમાન સરકારના સમર્થકો કરી રહ્યા છે

ડી. વાય. ચંદ્રચૂડ
મહારાષ્ટ્ર પ્રકરણમાં એક નવો વળાંક આવ્યો છે. ૧૩ નેતાઓએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડના ઑનલાઇન ટ્રોલિંગ સામે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પત્ર લખ્યો છે અને ટ્રોલ કરનારા સામે તરત કાર્યવાહી કરવાની વિનંતી કરી છે. વિપક્ષી નેતાઓએ સીજેઆઇની ટ્રોલિંગને ન્યાયના માર્ગમાં હસ્તક્ષેપ ગણાવ્યો હતો અને કહ્યું હતું કે આવું મહારાષ્ટ્રની વર્તમાન સરકારના સમર્થકો કરી રહ્યા છે. આ પત્ર કૉન્ગ્રેસના સંસદસભ્ય વિવેક તન્ખાએ લખ્યો છે; જેના સમર્થનમાં દિગ્વિય સિંહ, શક્તિસિંહ ગોહિલ, શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)નાં સભ્ય પ્રિયંકા ચતુર્વેદી અને સમાજવાદી પાર્ટીનાં જયા બચ્ચન સહિતનાં નેતાઓએ સહી કરી છે.