સૂત્રોના જણાવ્યા અનુસાર સમિટમાં ભાગ લેનારા દેશોની પસંદગી રણનીતિક અને નીતિગત પરિમાણોના આધારે કરવામાં આવી છે.
પ્રતીકાત્મક તસવીર
આવતી કાલથી ભારતમાં AI ઇમ્પૅક્ટ સમિટ-૨૦૨૬ શરૂ થઈ રહી છે. આ ગ્લોબલ સમિટમાં ૧૦૦થી વધુ દેશો ભાગ લેવા ભારત આવશે. એમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સને લગતી પૉલિસી, નવા આવિષ્કારો, નીતિઓ, સલામતી અને વૈશ્વિક સહયોગ જેવા મહત્ત્વના વિષયો પર મંથન થશે. અલબત્ત, બહુ લાંબા સમયની પ્રતીક્ષા બાદ થઈ રહેલી આ સમિટમાં પાકિસ્તાનને આમંત્રણ આપવામાં નથી આવ્યું. એને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા શરૂ થઈ છે. આ સમિટ ૩ મૂળભૂત સૂત્રો પીપલ, પ્લૅનેટ અને પ્રોગ્રેસ પર આધારિત છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર સમિટમાં ભાગ લેનારા દેશોની પસંદગી રણનીતિક અને નીતિગત પરિમાણોના આધારે કરવામાં આવી છે. ભારત એવા દેશો સાથે સહયોગ વધારવા પર ભાર મૂકે છે જે જવાબદાર, સુરક્ષિત અને માનવકેન્દ્રિત આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ વિકસિત કરવાના સહિયારા દૃષ્ટિકોણને સમર્થન કરે. આ સમિટમાં ટેક્નિકના માધ્યમથી વૈશ્વિક પડકારો જેમ કે સ્વાસ્થ્ય, શિક્ષા, જળવાયુ પરિવર્તન અને આર્થિક વિકાસના સમાધાન પર સંશોધન કરવા પર ફોકસ રહેશે.


