Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > શાયરી સંભળાવીને ફેમસ થઈ ગયેલી આ છોકરી તો AI નીકળી

શાયરી સંભળાવીને ફેમસ થઈ ગયેલી આ છોકરી તો AI નીકળી

Published : 14 February, 2026 01:36 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૩ કરોડથી વધુ લોકોમાં વાઇરલ થઈ ગયેલી આ પોસ્ટમાં જે છોકરી ફેમસ થઈ છે એ હકીકતમાં અસ્તિત્વ ધરાવતી જ નથી

આ વિડિયો એક જ દિવસમાં ૩ કરોડ લોકોએ જોઈ લીધો

અજબગજબ

આ વિડિયો એક જ દિવસમાં ૩ કરોડ લોકોએ જોઈ લીધો


ઇન્સ્ટાગ્રામ પર તન્વી જોશી નામના પ્રોફાઇલ પરથી એક વિડિયો શૅર કરવામાં આવ્યો છે. એમાં પીળા કુરતામાં એક યુવતી મંચ પર ઉર્દૂમાં શાયરી સંભળાવતી નજરે પડે છે. શાયરી હતી – ખાનદાની રઈસ રખતે હૈં મિજાજ નરમ અપના, તુમ્હારા લહજા બતા રહા હૈ કિ તુમ્હારી દૌલત નઈ-નઈ હૈ. આ વિડિયો એક જ દિવસમાં ૩ કરોડ લોકોએ જોઈ લીધો. લોકો તેના શાયરી કરવાના અંદાજનાં વખાણ કરવા લાગ્યા. તેનાં સ્પષ્ટ ઉર્દૂ ઉચ્ચારણો પર પણ લોકોએ ચર્ચા કરવાની શરૂ કરી દીધી. ૩ કરોડથી વધુ લોકોમાં વાઇરલ થઈ ગયેલી આ પોસ્ટમાં જે છોકરી ફેમસ થઈ છે એ હકીકતમાં અસ્તિત્વ ધરાવતી જ નથી કેમ કે એ અસલી દૃશ્ય નહીં, પરંતુ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ AIનું મૉડલ છે. તેના પ્રોફાઇલ પરના વિડિયોમાં ચહેરો સ્પષ્ટ અને સુંદર દેખાય છે. જોકે તેના અલગ-અલગ વિડિયોમાં તન્વી જોશીનો અવાજ બદલાતો રહે છે. લાખો લોકો એક વર્ચ્યુઅલ વ્યક્તિના વિડિયોને અસલી સમજી બેઠા હતા. 


Whatsapp-channel Whatsapp-channel

14 February, 2026 01:36 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK