° °

આજનું ઇ-પેપર
Friday, 30 July, 2021


બે વર્ષ બાદ જમ્મુ કાશ્મીરને લઈ રાજકીય હલચલ, વડાપ્રધાને 24 જૂને બોલાવી સર્વપક્ષીય બેઠક

19 June, 2021 06:26 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 નાબૂદ કર્યા બાદ હવે ફરી રાજકારણ ગરમાયુ છે.

તસવીરઃ સૌજન્ય AFP

તસવીરઃ સૌજન્ય AFP

જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 નાબૂદ કર્યા બાદ હવે ફરી રાજકારણગરમાયુ છે.  24 જૂનના રોજ વડાપ્રધાન મોદીએ જમ્મુ કાશ્મીરની તમામ રાજકીય પાર્ટીઓ સાથે એક ખાસ બેઠકનું આયોજન કર્યુ છે. આ બેઠકમાં કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ સહીત અનેક નેતાઓ ભાગ લેશે. 

 આ બેઠકમાં જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના આયોજનને લઈને પણ ચર્ચા થઇ શકે છે. ઓગસ્ટ 2019માં જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 નાબૂદ કરી 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચવામાં આવ્યું તેના 2 વર્ષ બાદ જમ્મુ કાશ્મીરમાં રાજકીય ગતિરોધ ખતમ કરવા કેન્દ્ર સરકાર તરફથી પહેલ કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. 

બેઠકમાં જમ્મુ અને કાશ્મીર એમ બંનેના નેતાઓને આમંત્રણ આપવામાં આવશે. વડાપ્રધાન મોદી સાથે થનાર આ બેઠકમાં 16 પક્ષોને બોલાવવામાં આવે તેવી સંભાવના છે.  માનાવામાં આવી રહ્યું છે કે જમ્મુ કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા અને વિધાનસભા ચૂંટણી જેવા મુદ્દા પર આ બેઠકમાં ચર્ચા થઈ શકે છે.  

 મળતી માહિતી મુજબ આ બેઠકમાં ફારુખ અબ્દુલ્લા, પીડીપીના અધ્યક્ષ મહેબુબા મુફ્તી,અલ્તાફ બુખારી અને પીપલ્સ કોન્ફરન્સના પ્રમુખ સજ્જાદ લોન સહિતના નેતાઓઆ બેઠકમાં સામેલ થઈ શકે છે. 

19 June, 2021 06:26 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

ન્યુઝ શોર્ટમાં: એક ક્લિકમાં વાંચો દેશ-પરદેશના સમચાર

કેરલામાં બે દિવસ સંપૂર્ણ લોકડાઉન; બ્રાઝિલ કોવૅક્સિનની આયાત નહીં કરે; એલઓસી પાસે જવાનનો પગ સુરંગ પર પડતાં બ્લાસ્ટ અને વધુ સમાચાર

30 July, 2021 09:57 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
રાષ્ટ્રીય સમાચાર

નવી શિક્ષણ નીતિ દરેક જાતના દબાણથી મુક્ત હશે: મોદી

રાષ્ટ્રીય શિક્ષાનીતિને એક વર્ષ પૂર્ણ થતાં વડા પ્રધાને સંબોધન કર્યું

30 July, 2021 09:52 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
રાષ્ટ્રીય સમાચાર

મોદીના ટ્વિટર પર ૭ કરોડ ફૉલોઅર્સઃ દુનિયાના સૌથી લોકપ્રિય નેતા બન્યા

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પનું ટ્વિટર અકાઉન્ટ સસ્પેન્ડ થયા બાદ પીએમ મોદીનું નામ લોકપ્રિય નેતાઓના લિસ્ટમાં સૌથી ઉપર છે

30 July, 2021 09:49 IST | New Delhi | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK