રવિવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડી સાથે હાથ મિલાવવા બદલ ઉદ્ધવ ઠાકરે પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, શિવસેના પ્રમુખ ઠાકરે મુખ્ય પ્રધાન બનવા માટે શરદ પવારના પગે પડ્યા હતા. અમિત શાહે મહારાષ્ટ્રના કોલ્હાપુર શહેરમાં `વિજય સંકલ્પ રેલી`ને સંબોધિત કરતી વખતે આ ટિપ્પણી કરી હતી.