રાધિકા અનંત અંબાણી વેડિંગ: આખા અંબાણી પરિવારે આજે મુંબઈમાં લગ્ન સમારોહ પહેલાં એકસાથે પોઝ આપ્યો હતો. મુકેશ અંબાણી અને નીતા અંબાણી દીકરી ઈશા અંબાણી અને પતિ આનંદ પીરામલ, દીકરા આકાશ અંબાણી, પત્ની શ્લોકા અને દુલ્હા અનંત અંબાણી સાથે પોઝ આપતા જોવા મળ્યા હતા. નીતા અંબાણીએ કસ્ટમ અબુ જાની સંદીપ ખોસલા `રંગઘાટ` ઘાઘરામાં રેડ કાર્પેટ પર હાજરી આપી હતી. બધાએ મેચિંગ બારાત ડ્રેસમાં અનન્યા પાંડે, શનાયા કપૂર, અને ખુશી કપૂરે `અનંતની બ્રિગેડ` તરીકે સ્ટાઇલિશ એન્ટ્રી લીધી.














