ગણેશ ચતુર્થી આ વર્ષે 19 સપ્ટેમ્બરથી શરૂ થવાની છે.મુંબઈમાં આ તહેવારને લઈને ખૂબ જ ઉત્સુકતા હોય છે. સપનાની નગરીમાં અનેક પ્રખ્યાત ગણેશ પંડાલોનમાં ગણેશ મૂર્તિનું આગમન શરૂ થઈ ગયું છે. મુંબઈની 12મી ખેતવાડી ગલીમાં ખેતવાડી ચા ગણરાજની મૂર્તિનું ભારેઉત્સાહ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ મંડળ સૌથી ઊંચી ગણપતિની મૂર્તિ બનાવવા માટે પ્રખ્યાત છે. આગમન દરમ્યાન ઘણી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી જેમાં ઢોલ તાશા, રંગોળી અને સાંસ્કૃતિક પ્રદર્શનનો સમાવેશ થાય છે.














