
પ્રતીકાત્મક તસવીર
Updated
11 months 3 weeks 4 days 15 hours 6 minutes ago
09:00 PM
News Live Updates : પાલઘરમાં નાણાંકીય વિવાદમાં એક વ્યક્તિની હત્યા કરનાર ત્રણની ધરપકડ
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં ૨૫ વર્ષીય વ્યક્તિની હત્યાના સંબંધમાં હૈદરાબાદમાંથી ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે મંગળવારે જણાવ્યું હતું. પોલીસે રવિવારના રોજ હૈદરાબાદથી આરોપી પેન્ટ્યા જંગલ્યા ચિત્તારી (૩૮), સાઈકુમાર ઈલૈયા કદમાચી (૨૨) અને કિશોર જિતેન્દ્ર શેટ્ટે (૨૯)ની ધરપકડ કરી હતી, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
Updated
11 months 3 weeks 4 days 15 hours 36 minutes ago
08:30 PM
News Live Updates : પનવેલ-શીલ ફાટા ફ્લાયઓવરનું ઉદ્ઘાટન કર્યું સીએમ શિંદેએ
મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ મંગળવારે NH-48 (જૂના મુંબઈ પુણે હાઈવે) પર પનવેલ-શીલ ફાટા ફ્લાયઓવરનું ઉદ્ઘાટન કર્યું હતું, એમ મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA) એ જણાવ્યું હતું.
Updated
11 months 3 weeks 4 days 16 hours 6 minutes ago
08:00 PM
News Live Updates : આદિવાસી મહિલાએ ફડણવીસને જમીન માફિયાઓના અત્યાચાર વિશે જણાવ્યું
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એક આદિવાસી મહિલાને ખાતરી આપી છે કે જેના પતિની કથિત રીતે ભૂ-માફિયા દ્વારા હત્યા કરવામાં આવી હતી તેમને ચિંતા કરવાનું કોઈ કારણ નથી. સરકાર આવા કિસ્સાઓમાં કડક પગલાં લેશે.
Updated
11 months 3 weeks 4 days 16 hours 36 minutes ago
07:30 PM
News Live Updates : સમીર વાનખેડે વિરુદ્ધ મની લોન્ડરિંગની તપાસ દિલ્હી ટ્રાન્સફર કરવામાં આવી, EDએ HCને જણાવ્યું
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મંગળવારે બોમ્બે હાઈકોર્ટ (HC)ને જાણ કરી હતી કે તેણે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના મુંબઈ ઝોનના ભૂતપૂર્વ ડિરેક્ટર સમીર વાનખેડે વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસની તપાસ તેની દિલ્હી ઓફિસમાં ટ્રાન્સફર કરી દીધી છે.