Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

News Live Updates: MNS નેતાએ બાબરી મસ્જિદ વિધ્વંસ બાદ લવાયેલ ઈંટ રાજ ઠાકરેને આપી

News Live Updates : મહારાષ્ટ્ર અને મુંબઈના વિવિધ મહત્વના સમાચાર તથા ગુજરાતમાં રોજબરોજ બનતી ઘટનાઓ વિશે સતત અપડેટ મેળવતાં રહો અહીં...

Updated on : 06 February,2024 07:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

રાજ ઠાકરે

રાજ ઠાકરે

Updated
3 months
1 day
8 hours
22 minutes
ago

02:38 PM

News Live Updates: MNS નેતાએ બાબરી મસ્જિદ વિધ્વંસ બાદ  લવાયેલ ઈંટ રાજ ઠાકરેને આપી

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતા બાલા નંદગાંવકરે મંગળવારે રાજ ઠાકરેને અયોધ્યામાં બાબરી મસ્જિદના ધ્વંસ પછી તેમના દ્વારા લાવવામાં આવેલી ઈંટ ભેટમાં આપી હતી, અને દાવો કર્યો હતો કે MNS વડા શિવસેનાના સ્થાપક બાલ ઠાકરેની વિચારધારાના વારસદાર છે.

Updated
3 months
1 day
8 hours
46 minutes
ago

02:14 PM

News Live Updates: મધ્યપ્રદેશમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, 6ના મોત, 59 લોકો ઘાયલ

મધ્યપ્રદેશના હરદા જિલ્લાના બૈરાગઢ ગામમાં મંગળવારે સવારે ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 6 લોકોના મોત થયા છે અને લગભગ 59 લોકો ઘાયલ થયા છે.

Updated
3 months
1 day
9 hours
30 minutes
ago

01:30 PM

News Live Updates: મુલુંડમાં હથિયાર વડે હુમલામાં 16 વર્ષીય યુવકે જીવ ગુમાવ્યો

મુલુંડ વિસ્તારમાં તીક્ષ્ણ હથિયાર વડે ઘાતકી હુમલામાં 16 વર્ષીય યુવકે પોતાનો જીવ ગુમાવ્યો. મૃતકની ઓળખ રાકેશ શુક્લા તરીકે થઈ હતી. મુલુંડ પોલીસે ઝડપથી કાર્યવાહી કરી, હત્યામાં કથિત રીતે સંડોવાયેલા બે સગીર બાળકોને અટકાયતમાં લીધા, અને ત્યારબાદ તેમને બાળ ગૃહમાં મૂક્યા.

Updated
3 months
1 day
9 hours
42 minutes
ago

01:18 PM

News Live Updates: કમાઠીપુરા વિસ્તારની એક બિલ્ડિંગમાં ભભૂકી આગ

મુંબઈના ગ્રાન્ટ રોડ વિસ્તારમાં કમાઠીપુરા વિસ્તારની સ્ટ્રીટ નંબર 3માં આગ લાગી હતી. આગ એક બિલ્ડિંગના બીજા માળે લાગી હતી. ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. આગની ઘટનામાં હજુ સુધી કોઈને ઈજા થઈ નથી.

Load More Updates

X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK