પ્રતીકાત્મક ફાઇલ તસવીર
Updated
1 year 5 months 3 weeks 5 days 8 hours 34 minutes ago
09:30 PM
News Live Updates: સીએમ એકનાથ શિંદેએ ઑટોરિક્ષા અને ટેક્સી ડ્રાઇવરો અને માલિકોના કલ્યાણ શરૂ કરી નવી પહેલ
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મંગળવારે ઑટોરિક્ષા અને ટેક્સી ડ્રાઇવરો અને માલિકોના કલ્યાણ માટે એક નિગમની જાહેરાત કરી હતી, જે તેમને વીમા અને ગ્રેચ્યુઇટી લાભો ઑફર કરશે.
Updated
1 year 5 months 3 weeks 5 days 9 hours 4 minutes ago
09:00 PM
News Live Updates: `નરેન્દ્ર મોદી ખ્રિસ્તી સમુદાયનું સમર્થન મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે`
રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)ના પ્રવક્તા ક્લાઈડ ક્રાસ્ટોએ મંગળવારે દાવો કર્યો હતો કે, મુંબઈ ભાજપના અધ્યક્ષ આશિષ શેલાર તેમના મતવિસ્તારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પોપ ફ્રાન્સિસ વચ્ચેની બેઠકના બેનરો પ્રદર્શિત કરીને આગામી વિધાનસભા ચૂંટણીમાં ખ્રિસ્તી સમુદાયનું સમર્થન મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
Updated
1 year 5 months 3 weeks 5 days 9 hours 34 minutes ago
08:30 PM
News Live Updates: ક્વીન નેકલેસ હવે મુલાકાતીઓ અને પ્રવાસીઓના સ્વાગત માટે તૈયાર
મરીન ડ્રાઇવ પર પ્રતિષ્ઠિત ક્વીન નેકલેસ હવે મુલાકાતીઓ અને પ્રવાસીઓના સ્વાગત માટે તૈયાર છે. BMC એ ધરમવીર સ્વરાજ્ય રક્ષક છત્રપતિ સંભાજી મહારાજ મુંબઈ કોસ્ટલ રોડ (દક્ષિણ) પ્રોજેક્ટના ભાગ રૂપે વ્યાપક પુનઃસ્થાપન અને વિકાસ કાર્ય પૂર્ણ કર્યું છે, જે માળખાગત સુવિધાઓમાં વધારો કરે છે.
Updated
1 year 5 months 3 weeks 5 days 10 hours 4 minutes ago
08:00 PM
News Live Updates: નાગપુર ઍરપોર્ટ પર સત્તાવાળાઓને બૉમ્બની ધમકીનો ઈમેલ મળ્યો
મહારાષ્ટ્રના નાગપુર એરપોર્ટ પર સત્તાવાળાઓને બોમ્બની ધમકીનો ઈમેલ મળ્યો હતો, જેના પગલે સુવિધા પર સંપૂર્ણ સુરક્ષા તપાસ કરવામાં આવી હતી પરંતુ કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું, અધિકારીઓએ જણાવ્યું હતું.


