
પ્રતીકાત્મક તસવીર
Updated
1 year 3 months 1 week 5 days 5 hours 13 minutes ago
09:00 PM
News Live Updates: બંગાળમાં તૃણમૂલ કૉંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની યાદી
પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણી 2024ની સાથે જ બે વિધાનસભા બેઠકો ભગવાનગોલા અને બારાનગર પર પેટાચૂંટણી યોજાશે. તૃણમૂલ કૉંગ્રેસ (TMC) એ શુક્રવારે (29 માર્ચ) બંને બેઠકો માટે તેના ઉમેદવારોની જાહેરાત કરી હતી. ટીએમસીએ ભગવાનગોલાથી રેયાત હુસૈન અને બારાનગરથી અભિનેત્રી સાયંતિકા બેનર્જીને મેદાનમાં ઉતાર્યા છે.
Updated
1 year 3 months 1 week 5 days 5 hours 43 minutes ago
08:30 PM
News Live Updates: ગઢચિરોલીમાં નક્સલવાદીઓ દ્વારા કથિત રીતે આદિવાસી વ્યક્તિની હત્યા
મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં પોલીસ બાતમીદાર હોવાની શંકા પર નક્સલવાદીઓ દ્વારા કથિત રીતે એક આદિવાસી વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી, એમ પોલીસે શુક્રવારે જણાવ્યું હતું.
Updated
1 year 3 months 1 week 5 days 6 hours 13 minutes ago
08:00 PM
News Live Updates: આનંદ નગર માર્કેટમાં થઈ બબાલ, બે વિરુદ્ધ ફરિયાદ દાખલ
શુક્રવારે સવારે આનંદ નગર માર્કેટમાં શાકભાજીની રેકડીને લઈને બે જૂથો વચ્ચે બોલાચાલી થતાં મુંબઈ પોલીસ દ્વારા એફઆઈઆર નોંધવામાં આવી છે, એમ પોલીસે જણાવ્યું હતું.
Updated
1 year 3 months 1 week 5 days 6 hours 43 minutes ago
07:30 PM
News Live Updates: લોકસભા ચૂંટણીના પ્રચાર માટે એકનાથ શિંદેએ શરૂ કર્યું આ અભિયાન
મહારાષ્ટ્ર મુખ્યપ્રધાન એકનાથ શિંદે આગામી લોકસભા ચૂંટણી 2024 માટે `રથયાત્રા` અભિયાન શરૂ કરે છે.