સલમાન ખાન (ફાઈલ તસવીર)
Updated
1 year 7 months 3 weeks 1 day 15 hours 10 minutes ago
09:45 PM
News Live Updates: સલમાન ખાન ફાયરિંગ કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને તાપી નદીમાંથી જપ્ત કર્યા કારતૂસ અને બંધૂક
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે સુરતની તાપી નદીમાંથી સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગમાં વપરાયેલી બંદૂક અને કેટલાક જીવતા કારતૂસ જપ્ત કર્યા છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચનું કહેવું છે કે બીજી બંદૂકની શોધ ચાલી રહી છે
Updated
1 year 7 months 3 weeks 1 day 15 hours 25 minutes ago
09:30 PM
News Live Updates: મુંબઈ પોલીસે કોલકાતા પોલીસ ટીમને કર્યો સપૉર્ટ
મુંબઈ પોલીસે કોલકાતા પોલીસની ટીમને લોજિસ્ટિકલ સપોર્ટ પૂરો પાડ્યો હતો જેણે સોમવારે સવારે તૃણમૂલ કોંગ્રેસના નેતા અભિષેક બેનર્જીના નિવાસસ્થાન અને કાર્યાલયોની આસપાસ કથિત રીતે તપાસ કરવા બદલ માહિમમાંથી રાજારામ રેગેની ધરપકડ કરી હતી.
Updated
1 year 7 months 3 weeks 1 day 15 hours 40 minutes ago
09:15 PM
News Live Updates: દિગ્વિજય સિંહના જમાઈનું લખનૌમાં નિધન, મધ્યપ્રદેશના પૂર્વ સીએમએ ચૂંટણી કાર્યક્રમો રદ્દ કર્યા
મધ્યપ્રદેશના પૂર્વ સીએમ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહના મોટા જમાઈ રત્નાકર સિંહનું લખનૌમાં બીમારીના કારણે નિધન થયું છે. નિધનને કારણે દિગ્વિજય સિંહે તેમના અગાઉ નિર્ધારિત ચૂંટણી કાર્યક્રમો રદ્દ કરી દીધા છે. રત્નાકર સિંહ બારાબંકીના રામનગર રાજ્યના રાજવી પરિવારના હતા. 61 વર્ષીય રત્નાકર સિંહ લગભગ એક વર્ષથી કેન્સરથી પીડિત હતા. દિગ્વિજય સિંહે તેમના એક્સ હેન્ડલ પર તેમના નિધનની માહિતી આપી હતી.
Updated
1 year 7 months 3 weeks 1 day 15 hours 55 minutes ago
09:00 PM
News Live Updates: ગુંગવાડા બીચ પર ફસાઈ બે ડોલ્ફિન, સોશિયલ મીડિયા વાયરલ વીડિયો થકી વનવિભાગ અલર્ટ
સોમવારે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના દહાણુમાં ગુંગવાડા બીચ પર નીચી ભરતી દરમિયાન ખડકાળ પેચમાં ફસાયેલી બે ડોલ્ફિનોએ ઉત્સુક દર્શકોની મોટી ભીડ ખેંચી હતી, જેમના સોશિયલ મીડિયા પરના વીડિયોએ વન વિભાગના કર્મચારીઓને બંનેની દુર્દશા વિશે ચેતવણી આપી હતી.


