પ્રતીકાત્મક તસવીર
Updated
1 year 9 months 3 weeks 20 hours 51 minutes ago
08:00 PM
News Live Updates: હવે ડીપફેક વીડિયો બનાવનારાઓ સામે થશે એક્શન
કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે "આપણે દેશના આર્થિક વિકાસ માટે અને દેશમાં થનારી સંભવિત નુકસાન અથવા આપત્તિઓની સમસ્યાને ઉકેલવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવો પડશે." તમને જણાવી દઈએ કે આ પહેલા સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને પણ સૂચના આપી હતી કે તેમના પ્લેટફોર્મ પર કોઈ ડીપ ફેક વીડિયો કે અફવા ન ફેલાવવી જોઈએ.
Updated
1 year 9 months 3 weeks 21 hours 21 minutes ago
07:30 PM
News Live Updates: બાકી ટેક્સ ડિમાન્ડ પાછી ખેંચવાના નિર્ણયથી 1 કરોડ કરદાતાઓને રાહત: નિર્મલા સીતારમણ
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું છે કે, આવકવેરાની ડિમાન્ડ નોટિસથી પરેશાન એક કરોડ કરદાતાઓને આગામી દિવસોમાં મોટો ફાયદો થવાનો છે. નાણાપ્રધાને કહ્યું કે ઘણા કરદાતાઓ છે જેમને 1962 થી ટેક્સ ક્લેમ્સ અંગે નોટિસ આપવામાં આવી હતી. પરંતુ ટેક્સ ક્લેમ માફ કરવાનો સરકારનો નિર્ણય આવા કરદાતાઓને મોટી રાહત આપવા જઈ રહ્યો છે. આ અંગે સીબીડીટીએ તાજેતરમાં એક પરિપત્ર બહાર પાડ્યો છે.
Updated
1 year 9 months 3 weeks 21 hours 51 minutes ago
07:00 PM
News Live Updates: રાહુલ ગાંધીએ શરદ પવાર સાથે ફોન પર કરી વાતચીત
કૉંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવાર સાથે ફોન પર વાત કરી છે. મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્રમાં ચાલી રહેલી સીટ વહેંચણીના મુદ્દે બંને અગ્રણી નેતાઓ વચ્ચે ચર્ચા થઈ હતી. બેઠક વહેંચણીનો મુદ્દો ટૂંક સમયમાં ઉકેલાઈ જશે.આ અંગે બંને નેતાઓએ ચર્ચા કરી છે.
Updated
1 year 9 months 3 weeks 22 hours 11 minutes ago
06:40 PM
News Live Updates: એકનાથ શિંદે જૂથનો મોટો દાવો
એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાના પ્રવક્તાએ ગુરુવારે જણાવ્યું હતું કે, વિપક્ષી મહા વિકાસ આઘાડી (MVA) અને તેના નેતાઓ શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે 20 ફેબ્રુઆરીએ રાજ્યની વિધાનસભામાં સર્વસંમતિથી પસાર થયેલા મરાઠા ક્વોટા બિલ વિશે મહારાષ્ટ્રના નાગરિકોને ગેરમાર્ગે દોરતા હતા.


