Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઑક્ટોબર હીટે પહેલે જ દિવસે પરચો દેખાડી દીધો

ઑક્ટોબર હીટે પહેલે જ દિવસે પરચો દેખાડી દીધો

Published : 02 October, 2024 07:08 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઑક્ટોબર ચાલુ થયો છે એથી હીટનું પ્રમાણ વધશે. આ એક કુદરતી ઋતુચક્ર છે

ગઈ કાલે બાંદરામાં ગરમીથી ત્રસ્ત એક વ્યક્તિ. (તસવીર : અતુલ કાંબળે)

ગઈ કાલે બાંદરામાં ગરમીથી ત્રસ્ત એક વ્યક્તિ. (તસવીર : અતુલ કાંબળે)


હજી ગયા અઠવાડિયે ધમધોકાર વરસાદની મજા માણનારા મુંબઈગરાએ ગઈ કાલે બપોરે રીતસર ગરમીના ચટકા અનુભવ્યા હતા. ઑક્ટોબરના પહેલા જ દિવસે મુંબઈગરાઓએ ગરમીનો અનુભવ કર્યો હતો. ગઈ કાલે કોલાબામાં ૩૨.૮ અને સાંતાક્રુઝમાં ૩૩.૫ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. મૉન્સૂનને કારણે હાલ વાતાવરણમાં ધૂળના રજકણો ઓછા છે અને એથી સૂર્યનાં કિરણો તીવ્ર લાગી રહ્યાં હતાં.


હવામાન ખાતાના મુંબઈના ડિરેક્ટર સુનીલ કાંબળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઑક્ટોબર ચાલુ થયો છે એથી હીટનું પ્રમાણ વધશે. આ એક કુદરતી ઋતુચક્ર છે. હવે મૉન્સૂન મહારાષ્ટ્રમાંથી વિદાય લેશે. એના વિધડ્રૉઅલનાં જે કુદરતી પરિબળો સર્જાતાં હોય છે એ તૈયાર થઈ રહ્યાં છે. હાલ દિવસના ટાઇમે સખત ગરમીના કારણે ગરમ હવા તૈયાર થશે જે ઊંચે ચડશે અને પછી એ વાદળોની સાથે અથડાતાં સાંજના સમયે વરસાદનાં ઝાપટાં પડશે. જોકે ગરમીના કારણે જમીન સૂકી થશે અને ધૂળ ઊડશે. વરસાદ પડશે એટલે પાછો કાદવ થશે. આમ થોડા દિવસ ચાલશે પણ હાલ ગરમી વધતી જશે એ પછી ધીમે-ધીમે રાતનું ટેમ્પરેચર ઘટશે.’


Whatsapp-channel Whatsapp-channel

02 October, 2024 07:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK