ડૉ પ્રીતિ જરીવાલા પ્રાસ્તાવિક વક્તવ્ય આપશે તેમ જ વર્ષાબહેનની કૃતિનું એકોક્તિરૂપે સાભિનય પઠન કરશે
સમર્થ સાહિત્યકાર વર્ષા અડાલજા
ભારતીય વિદ્યા ભવન કલા કેન્દ્ર દ્વારા બુધવાર, ૧૧ જૂને જેમની કલમથી ૨૬ નવલકથાઓ અને સંખ્યાબંધ ટૂંકી વાર્તાઓનું સર્જન થયું છે એ ગુજરાતી ભાષાનાં સમર્થ સાહિત્યકાર વર્ષા અડાલજાના એક રસપ્રદ વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું છે. વાર્તાલાપનો વિષય છે ‘નવલકથાની સર્જન કથા - વિચારથી વિમોચન સુધી’. ડૉ પ્રીતિ જરીવાલા પ્રાસ્તાવિક વક્તવ્ય આપશે તેમ જ વર્ષાબહેનની કૃતિનું એકોક્તિરૂપે સાભિનય પઠન કરશે. શ્રોતાઓ સાથે વર્ષાબહેનની પ્રશ્નોત્તરી યોજાશે. આ કાર્યક્રમનાં સંકલ્પના તથા સંયોજન નિરંજન મહેતાનાં છે. આયોજન અજિંક્ય સંપટનું છે. આ કાર્યક્રમમાં રસિકોને પ્રવેશ નિઃશુલ્ક છે. સ્થળ ઃ ગીતા મંદિર ઍર-કન્ડિશન્ડ હૉલ, ભવન (ચોપાટી). સમય ઃ સાંજે ૬ વાગ્યે.

