વર્લી વિસ્તારના પાંડુરંગ બુધકર માર્ગ સેન્ચુરી મિલ નજીકની ઘટનામાં રોડ અકસ્માત થતાં છોકરીનું મોત નીપજ્યું.
રોડ એક્સિડેન્ટ (ફાઈલ તસવીર)
મંગળવારે 23 જાન્યુઆરીના રોજ મુંબઈના વર્લી વિસ્તારના પાંડુરંગ બુધકર માર્ગ સેન્ચુરી મિલ નજીક એક રોડ અકસ્માતમાં એક યુવતીનું મોત નીપજ્યું છે. મૃત યુવતીની ઉંમર 22થી 24 વર્ષ વચ્ચેની કહેવામાં આવી રહી છે.
ઓવરટેક કરતી વખતે થયો અકસ્માત
કહેવામાં આવી રહ્યું છે કે યુવતી પોતાના એક મિત્ર સાથે સ્કુટીની પાછલી સીટ પર બેઠી હતી. ડંપરને ઓવરટેક કરતી વખતે સ્કુટી સ્લિપ થવાને કારણે યુવતીના શરીરનો ભાગ પાછળથી આવતા ડંપરના પાછલા ટાયરની નીચે આવી ગયો. જો કે, અકસ્માતમાં સ્કૂટી ચલાવનાર યુવતીના મિત્રને સામાન્ય ઈજા થઈ છે.
ADVERTISEMENT
ઘટના મંગળવારે સવારે 11 વાગ્યાની કહેવામાં આવી રહી છે.
માર્ગ-અકસ્માતને લઈને મુંબઈ માટે સારા અને ખરાબ બંને સમાચાર છે. સમગ્ર મહારાષ્ટ્રમાં રોડ ક્રૅશની સંખ્યામાં મુંબઈ ત્રીજા ક્રમે છે. સારા સમાચાર એ છે કે અગાઉનાં બે વર્ષની સરખામણીમાં મૃત્યુની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તાજેતરની માહિતી અનુસાર ૨૦૨૩માં ૨૮૩ મૃત્યુ સાથે ૧૪૭૩ ક્રૅશ થયા હતા. આ ત્રીજો સૌથી વધુ દર છે, જેમાં પુણે રૂરલ ૧૮૮૯ ક્રૅશ અને ૧૦૬૦ મૃત્યુ સાથે યાદીમાં ટોચ પર છે. ત્યાર બાદ અહમદનગરમાં ૧૮૩૯ ક્રૅશ અને ૮૮૬ મૃત્યુ થયાં છે.
જોકે માત્ર મુંબઈના આંકડા જોઈએ તો ૨૦૨૧માં ૨૨૧૪થી ઘટીને ૨૦૨૨માં ૧૮૯૫ અને ૨૦૨૩માં ૧૪૭૩ થઈ ગયા છે. એ જ રીતે ૨૦૨૧માં મૃત્યુઆંક ૩૮૭, ૨૦૨૨માં ૩૭૧ અને ૨૦૨૩માં ૨૮૩ હતો.
ડેટા દર્શાવે છે કે ૨૦૨૩માં મુંબઈમાં મૃત્યુની સંખ્યામાં ૨૦૨૨ના આંકડાની સરખામણીમાં ૨૩.૭ ટકાનો ઘટાડો થયો છે, જે ૨૦૨૨ની સરખામણીમાં ૮૮ મૃત્યુ ઓછાં છે. એક આરટીઓ ઑફિસરે જણાવ્યું હતું કે ‘મુંબઈમાં વાહનો વધુ છે અને ગેરશિસ્ત ટ્રાફિક છે, જેને કારણે સંખ્યાબંધ અકસ્માતો થયા છે. જોકે એકંદર પગલાં અને બ્લૅક સ્પૉટ્સના સુધારાને કારણે વર્ષોથી સંખ્યા ઘટી રહી છે.’
નવી મુંબઈના સિસ્ટર સિટી માટેના આંકડા ઓછા છે, પરંતુ ક્રૅશની સંખ્યામાં સતત વધારો દર્શાવે છે. ૨૦૨૧માં ક્રૅશની સંખ્યા ૨૯૫ મૃત્યુ સાથે ૬૯૫ હતી, ૨૦૨૨માં ૨૯૩ મૃત્યુ સાથે ક્રૅશની સંખ્યા વધીને ૭૨૭ થઈ અને ૨૦૨૩માં એ ૨૪૧ મૃત્યુ સાથે ૭૫૫ થઈ. આનો અર્થ એ છે કે ૨૦૨૨ની સરખામણીમાં ૨૦૨૩માં ૨૮ વધુ અકસ્માતો થયા હતા, જ્યારે ૫૨ મૃત્યુની સંખ્યા ઓછી છે, જે પાછલા વર્ષની સરખામણીમાં ૧૭.૭ ટકાનો ઘટાડો છે.
નોંધનીય છે કે મુંબઈમાંથી રોડ અકસ્માત (Road Accident)ને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર પરેલ બ્રિજ પર મંગળવારે સવારે ડમ્પર સાથે મોટરસાઇકલ અથડાઇ હતી. એક મોટરસાઇકલ અને ડમ્પર વચ્ચે ભીષણ ટક્કર થઈ હતી. આ ટક્કરને કારણે ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે, એવા પણ સમાચાર આવ્યા છે.
એક પોલીસ અધિકારીએ આ સમગ્ર ઘટના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ટીમ અકસ્માત સ્થળ પર હાજર થઈ ગઈ છે અને ભોઇવાડા પોલીસ દ્વારા આ મામલાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.


