નાગપુરમાં ૧૯૯૩ની ૧૬ ડિસેમ્બરે જન્મેલી જ્યોતિ આમ્ગેની ઊંચાઈ માત્ર ૬૧.૯૫ સેન્ટિમીટર છે
જ્યોતિ આમ્ગે
લોકસભાની ચૂંટણીના પહેલા તબક્કામાં ગઈ કાલે મહારાષ્ટ્રની પાંચ બેઠકો માટે મતદાન થયું હતું. નાગપુરમાં રહેતી માત્ર બે ફીટની ઊંચાઈ ધરાવતી વિશ્વની સૌથી ઠીંગણી મહિલા જ્યોતિ આમ્ગેએ પણ મત આપ્યો હતો. માતા-પિતા સાથે મતદાન કર્યા બાદ જ્યોતિએ કહ્યું હતું કે આપણે આ દેશના નાગરિક છીએ અને મતદાન આપણું કર્તવ્ય છે એટલે આપણે મતદાન કરવું જ જોઈએ.
નાગપુરમાં ૧૯૯૩ની ૧૬ ડિસેમ્બરે જન્મેલી જ્યોતિ આમ્ગેની ઊંચાઈ માત્ર ૬૧.૯૫ સેન્ટિમીટર છે. તેનું નામ લિમ્કા બુક ઑફ રેકૉર્ડ્સની સાથે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સૌથી ઠીંગણી મહિલા તરીકે છે. એકૉન્ડ્રોપ્લેસિયા એટલે કે શરીરની ઊંચાઈ ન વધવાની બીમારીને લીધે જ્યોતિ ૨૯ વર્ષની થઈ હોવા છતાં તેના શરીરનો વિકાસ નથી થયો.