Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ગોરેગાંવ-મુલુંડ લિન્ક રોડ માટે અન્ડરગ્રાઉન્ડ ટનલનું કામ વીકએન્ડ સુધીમાં શરૂ થવાની શક્યતા

ગોરેગાંવ-મુલુંડ લિન્ક રોડ માટે અન્ડરગ્રાઉન્ડ ટનલનું કામ વીકએન્ડ સુધીમાં શરૂ થવાની શક્યતા

Published : 30 July, 2026 07:12 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

BMCએ પ્રથમ ટનલ બોરિ‍‍‍ંગ મશીનનું ઍસેમ્બ્લિંગ પૂરું કર્યું, મુખ્ય પ્રધાનના નિર્દેશની રાહ

ટનલિંગની કામગીરી વિધિવત્ રીતે શરૂ કરવા માટે BMCએ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પાસે મંજૂરી માગી છે.

ટનલિંગની કામગીરી વિધિવત્ રીતે શરૂ કરવા માટે BMCએ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પાસે મંજૂરી માગી છે.


મુંબઈના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા ગોરેગાંવ-મુલુંડ લિન્ક રોડ (GMLR)ની ભૂગર્ભ ટનલના નિર્માણનું કામ આ સપ્તાહના અંતમાં શરૂ થાય એવી શક્યતા છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ ગોરેગાંવ ખાતે પ્રથમ ટનલ બોરિંગ મશીન (TBM)નું ઍસેમ્બ્લિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી લીધું છે. ટનલિંગની કામગીરી વિધિવત્ રીતે શરૂ કરવા માટે BMCએ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પાસે મંજૂરી માગી છે.

આશરે ૧૪,૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે સાકાર થઈ રહેલો ૧૨.૨૦ કિલોમીટર લાંબો GMLR પ્રોજેક્ટ મુંબઈનાં પશ્ચિમનાં ઉપનગરોને ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે સાથે સીધો જોડશે. આ પ્રોજેક્ટનો સૌથી પડકારજનક ભાગ સંજય ગાંધી નેશનલ પાર્ક (SGNP), જંગલ વિસ્તાર, ટેકરીઓ અને તુલસી તથા વિહાર તળાવના કૅચમેન્ટ વિસ્તારોની નીચેથી પસાર થતી ૬.૬૫ કિલોમીટર લાંબી ટ્‍વિન ટનલ છે, જે ગોરેગાંવની ફિલ્મસિટીથી શરૂ થઈને મુલુંડના ખિંડીપાડામાં બહાર નીકળશે.  



આ પ્રોજેક્ટ માટે જપાનમાં બનેલાં બે વિશાળ TBM લાવવામાં આવ્યાં છે, જેમાંથી પ્રથમ મશીન જુલાઈ ૨૦૨૫માં મુંબઈ આવ્યાના આશરે એક વર્ષ બાદ હવે કાર્યરત થવા જઈ રહ્યું છે.
બન્ને TBM આ પ્રોજેક્ટ હેઠળ ૪.૪૫ કિલોમીટરના અન્ડર ગ્રાઉન્ડ કૉરિડોરનું ખોદકામ કરશે.


Whatsapp-channel Whatsapp-channel

30 July, 2026 07:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK