Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મહિલાઓ ડોન્ટ વરી, હવે તમારી સુરક્ષા માટે છે બડી કૉપ સ્ક્વૉડ્સ

મહિલાઓ ડોન્ટ વરી, હવે તમારી સુરક્ષા માટે છે બડી કૉપ સ્ક્વૉડ્સ

Published : 30 July, 2026 07:09 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાતના પ્રવાસ કરતી મહિલાઓ ઘરે પહોંચે કે નહીં એની ખાતરી માટે મુંબઈ પોલીસે લૉન્ચ કરી ટીમ: ખાસ વૉટ્સઍપ ગ્રુપ બનાવી મહિલાઓ પાસેથી મગાશે લાઇવ લોકેશન

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


  મોડી રાતે ઘરે પાછી જતી મહિલાઓની સુરક્ષા માટે મુંબઈ પોલીસ દ્વારા આખા શહેરમાં બડી કૉપ સ્ક્વૉડ તૈયાર કરવામાં આવી છે. વિશેષ ઝુંબેશ હેઠળ દરેક પોલીસ-સ્ટેશનમાં બનાવવામાં આવેલી આ સ્ક્વૉડ્સમાં મહિલા પોલીસ-અધિકારીઓ સહિત આઠથી દસ પોલીસ હશે. જે મહિલાઓ રાતના પ્રવાસ કરતી વખતે અસુર​િક્ષત અનુભવતી હોય તેમની મદદ માટે આ બધી જ ટીમ ચોવીસ કલાક તહેનાત રહેશે. 

આ ઉપરાંત ચોવીસ કલાક વૉટ્સઍપ ગ્રુપથી પણ સ્ક્વૉડ દ્વારા મૉનિટરિંગ કરવામાં આવશે. આ ગ્રુપમાં મહિલાઓ તેમનું લાઇવ લોકેશન મોકલાવી શકશે અને તેમને કોઈ પણ સહાયની  જરૂર પડે તો તાત્કાલિક મદદ મેળવી શકશે. 



મહિલાઓ વિરુદ્ધ આચરવામાં આવતા ગુનાઓ સામે મુંબઈ પોલીસની ‘ઝીરો ટૉલરન્સ પૉલિસી’ ઝુંબેશ અંતર્ગત આ સ્ક્વૉડ બનાવવામાં આવી છે. આ ઝુંબેશ શરૂ કરવાનો આદેશ મે મહિનામાં આપવામાં આવ્યો હતો અને જૂન મહિનાથી એની અમલબજાવણી કરવામાં આવી હતી. 


ખાસ કરીને આ સેક્ટરમાં નાઇટ-શિફ્ટમાં કામ કરતી મહિલાઓને મળશે રાહત
ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી (IT) સેક્ટર, હેલ્થકૅર સેક્ટર, કૉલ સેન્ટર, મૉલ્સ, બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ (BPO) ઉપરાંત અન્ય સેક્ટર જેમાં રાત સુધી મહિલાઓ કામ કરીને ઘરે પાછી જતી હોય છે એ મહિલાઓને આ સ્ક્વૉડના કારણે ખૂબ મદદ મળશે અને તેઓ વધુ સલામત અનુભવશે. 


Whatsapp-channel Whatsapp-channel

30 July, 2026 07:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK