નવી મુંબઈમાં એક NMMT બસમાં એક યુવાન જોડીને વાંધાજનક સ્થિતિમાં જોવાયા બાદ વિવાદ ખડો થયો છે. બસમાં પ્રવાસ કરતાં એક અન્ય શખ્સે તેમનો વીડિયો બનાવી લીધો, જે પછીથી વાયરલ થઈ ગયો. વીડિયોમાં જોઈ શકાય છે કે બસમાં પાછળ બેસેલું કપલ અશોભનીય વર્તન કરી રહ્યું છે.
પ્રતીકાત્મક તસવીર
કી હાઇલાઇટ્સ
- નવી મુંબઈમાં બસમાં કપલની અશોભનીય હરકત આવી સામે
- કંડક્ટર પર કાર્યવાહી, તેને નહોતી ઘટનાની જાણ
- યુવાનોને સાર્વજનિક સ્થળે વ્યવહાર સુધારવાની સલાહ
નવી મુંબઈમાં એક NMMT બસમાં એક યુવાન જોડીને વાંધાજનક સ્થિતિમાં જોવાયા બાદ વિવાદ ખડો થયો છે. બસમાં પ્રવાસ કરતાં એક અન્ય શખ્સે તેમનો વીડિયો બનાવી લીધો, જે પછીથી વાયરલ થઈ ગયો. વીડિયોમાં જોઈ શકાય છે કે બસમાં પાછળ બેસેલું કપલ અશોભનીય વર્તન કરી રહ્યું છે.
નવી મુંબઈમાંથી એક ક્ષોભજનક ઘટના સામે આવી છે. અહીં એક બસમાં યુવા કપલ સંભોગનો આનંદ માણતો જોવા મળ્યો છે. આ બસ નવી મુંબઈ મહાનગરપાલિકા પરિવહન (NMMT)ની હતી અને વાતાનુકૂલિત (AC) બસ હતી. માહિતી પ્રમાણે, આ કપલ બસમાં પાછળ તરફ, બારીની બાજુમાં બેઠેલું હતું. ત્યારે કોઈ અન્ય વાહનમાં બેઠેલી એક વ્યક્તિએ તેમનો વીડિયો બનાવી લીધો. આ વીડિયો 22 સેકેન્ડ્સનો હતો. વીડિયો બનાવનારનું કહેવું છે કે તેણે આ વીડિયો એટલે બનાવ્યો કારણકે તેને આ કપલનું વર્તન યોગ્ય નહોતું લાગ્યું.
ADVERTISEMENT
આ વીડિયો તરત ઇન્ટરનેટ પર વાયરલ થઈ ગયો. જ્યારે આ વીડિયો નવી મુંબઈ મહાનગરપાલિકા (NMMC)ના મોટા અધિકારી સુધી પહોંચ્યો, તો તેમણે તરત કાર્યવાહી કરી. બસમાં લગેજ (સામાન) મૂકવાની જગ્યાએ આ બધું થઈ રહ્યું હતું.
વિભાગીય કાર્યવાહી શરૂ
NMMTના એક મોટા અધિકારીએ જણાવ્યું કે બસના કંડક્ટર વિરુદ્ધ વિભાગીય કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. અધિકારીએ કહ્યું કે કંડક્ટરે આ ઘટનાને અટકાવવા માટે કંઈ ન કર્યું, આથી તેના પર કાર્યવાહી થઈ રહી છે.
બસ કંડક્ટરે આપી સ્પષ્ટતા
અધિકારીએ કંડક્ટરનું નામ નથી આપ્યું. તેમણે કહ્યું કે કંડક્ટરને ચેતવણી આપવામાં આવી છે અને તેની પાસેથી લેખિતમાં જવાબ માગવામાં આવ્યો છે કે તેની ડ્યૂટી દરમિયાન આવી હરકત કેમ થઈ? અધિકારીએ એ પણ જણાવ્યું કે કંડક્ટર બસમાં આગળ બેઠો હતો અને પાછળ શું ચાલી રહ્યું છે તેની જાણકારી તેને નહોતી.
બસ પનવેલથી કલ્યાણ જઈ રહી હતી
મહારાષ્ટ્રના આરટીઆઈ કાર્યકર્તા અનારજીત ચૌહાણે આ બાબતનો પર્દાફાશ કર્યો. તેમણે કહ્યું કે બસ પનવેલથી કલ્યાણ જઈ રહી હતી અને તેમાં વધારે ભીડ નહોતી. ભારે ટ્રાફિક હોવાથી બસ ધીમે ધીમે ચાલી રહી હતી. ત્યારબાદ બીજા વાહનમાં બેઠેલા એક વ્યક્તિએ યુગલને બારી પાસે વાંધાજનક સ્થિતિમાં જોયું અને તેનો વીડિયો બનાવ્યો. ત્યારબાદ તેમણે આ વીડિયો નાગરિક અધિકારીઓને મોકલ્યો.
અધિકારીએ શું કહ્યું?
જ્યારે ચૌહાણને પૂછવામાં આવ્યું કે નાગરિક સંસ્થાએ આ અંગે કેવી પ્રતિક્રિયા આપી, ત્યારે તેમણે કહ્યું કે કંડક્ટર પર બેદરકારીનો આરોપ મૂકવામાં આવ્યો છે. જાહેર પરિવહન આવી હરકતો માટે યોગ્ય સ્થાન નથી અને આવું થયું તે દુર્ભાગ્યપૂર્ણ છે. ટિપ્પણી માટે NMMC કમિશનર કૈલાશ શિંદેનો સંપર્ક થઈ શક્યો નહીં. પરંતુ એક વરિષ્ઠ નાગરિક અધિકારીએ કહ્યું, "હું પરિવહન વિભાગનું સીધું ધ્યાન રાખતો નથી, પરંતુ મને લાગે છે કે આજના યુવાનોએ જાહેર સ્થળોએ તેમના વર્તન પ્રત્યે વધુ કાળજી રાખવી જોઈએ." જાહેર સ્થળોએ આવી ક્રિયાઓ ગેરકાયદેસર અને અસ્વીકાર્ય છે.
ચૌહાણે યુવાનોના જાહેર વર્તન વિશે પણ વાત કરી. તેમણે કહ્યું, હું ઘણીવાર સાગર વિહાર અથવા પામ બીચ રોડ પાસે યુવાન યુગલો, શાળાના વિદ્યાર્થીઓ પણ, હાથ પકડીને અથવા ચુંબન કરતા જોઉં છું. માતાપિતા અને શિક્ષકોએ તેમને જાહેર સ્થળોએ યોગ્ય વર્તન વિશે જણાવવું જોઈએ.

