આ ઘટના શનિવારે રાત્રે બની હતી. જ્યારે બજાજ નગર વિસ્તારમાંથી પસાર થતા બાઇક સવારોએ કપલને નગ્ન અવસ્થામાં પોતાના કૅમેરામાં કેદ કરી લીધા હતા.
એઆઈ દ્વારા નિર્મિત પ્રતીકાત્મક તસવીર
Couple Walks Naked on Nagpur Streets: મહારાષ્ટ્રના નાગપુરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શનિવારે મધરાતે બજાજ નગર વિસ્તારની સડકો પર એક કપલ નગ્ન અવસ્થામાં ફરતું હતું. જ્યારે લોકોએ તેમને જોયા તો તેમણે વાંધો ઉઠાવ્યો હતો. આ દરમિયાન એવા સમાચાર પણ સામે આવ્યા છે કે કપલે લોકો પર હુમલો પણ કર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેની ટીકા કરી રહ્યા છે. આ ઘટના અંગે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. નાગપુર શહેરમાં આવા કિસ્સાઓ સતત પ્રકાશમાં આવતાં લોકોએ પણ ચિંતા વ્યક્ત કરી છે.



