આ કેસમાં બુધવારે આરોપી પતિ સામે ગુનો નોંધ્યો છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પ્રતીકાત્મક તસવીર
થાણેમાં પતિથી અલગ રહેતી ૩૫ વર્ષની મહિલાએ તેના પતિ સામે જ માનપાડા પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેણે પોતાની ફરિયાદમાં કહ્યું છે કે તે તેના પતિથી અલગ રહે છે. તેના પતિએ તેની જાણબહાર ઘરમાં છૂપા કૅમેરા લગાવ્યા હતા. પતિએ મહિલા જ્યારે તેના પ્રેમી સાથે ઘરમાં અંગત પળો માણી રહી હતી ત્યારના વિડિયો બનાવી વાઇરલ કરી દીધા હતા એટલે તેની બદનામી થઈ છે. આથી તેના પતિ સામે ગુનો દાખલ કરી પગલાં લેવામાં આવે. માનપાડા પોલીસે આ કેસમાં બુધવારે આરોપી પતિ સામે ગુનો નોંધ્યો છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

