આ કેસમાં બુધવારે ઉલ્હાસનગર પોલીસે સોહમ અને તેના પપ્પાની ધરપકડ કરી હતી.
ઉલ્હાસનગરમાં ગરબા મહોત્સવમાં ગોળીબાર કરનારા આરોપીની પોલીસે ધરપકડ કરી હતી.
ઉલ્હાસનગરમાં સ્કૂલ-નંબર ૨૪ નજીક યોજાયેલા બાલાજી મિત્ર મંડળ અને શિવસેનાના નેતા બાળા ભગુરે દ્વારા આયોજિત ગરબામાં ખુલ્લેઆમ ગોળીબાર કરનાર ૧૯ વર્ષના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સોહમ પવાર ગરબા ચાલતા હતા ત્યાં ઘૂસી જઈને ગરબા માટે મારી પરવાનગી લીધી છે કે નહીં એવું પૂછીને બાળા ભગુરે સામે બંદૂક તાકી હતી. ત્યાર બાદ તેણે હવામાં બે રાઉન્ડ ગોળીબાર કર્યા હતા. સોહમ સાથે તેના પપ્પા અનિલ પવાર પણ હાજર હતા અને તેમણે પણ અન્ય લોકો સાથે ધમકીભર્યા સ્વરમાં વાતો કરી હતી. આ કેસમાં બુધવારે ઉલ્હાસનગર પોલીસે સોહમ અને તેના પપ્પાની ધરપકડ કરી હતી.


