Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઑપરેશન ટાઇગરની અફવા ફેલાવનાર સામે કાર્યવાહી કરવા ઉદ્ધવ ઠાકરેએ બેઠક કરી

ઑપરેશન ટાઇગરની અફવા ફેલાવનાર સામે કાર્યવાહી કરવા ઉદ્ધવ ઠાકરેએ બેઠક કરી

Published : 12 April, 2026 07:36 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બીજી બાજુ શિવસેનાના વિધાનસભ્ય સંજય શિરસાટે બે દિવસ પહેલાં મભમમાં કહ્યું હતું કે આવાં ઑપરેશન જાહેરાત કરીને નથી થતા

ઉદ્ધવ ઠાકરે

ઉદ્ધવ ઠાકરે


શિવસેના (UBT)ના સંસદસભ્યો એકનાથ શિંદેની શિવસેનામાં જોડાવા માગે છે અને એ માટે એકનાથ શિંદેએ ઑપરેશન ટાઇગર ચલાવીને એ સંસદસભ્યો સાથે થાણેમાં બુધવારે રાતે બેઠક કરી હતી જેમાં શિવસેના (UBT)ના ૬ સંસદસભ્યો હાજર રહ્યા હતા એવા ન્યુઝ બહાર આવતાં હોબાળો મચી ગયો હતો. એકનાથ શિંદે અને શિવસેના (UBT) બન્ને દ્વારા આ બાબતે રદિયો આપવામાં આવ્યો હતો અને એને અફવા ગણાવી હતી. જોકે ગઈ કાલે શિવસેના (UBT)ના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આ બાબતે તેમના સંસદસભ્ય અરવિંદ સાવંત સાથે બેઠક કરી હોવાનું કહેવાય છે. કોઈ પણ પુરાવા ન હોવા છતાં ખોટા સચાચાર છાપનાર પબ્લિકેશનને આ માટે નોટિસ મોકલાવી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે એવું કહેવાઈ રહ્યું છે.  

બીજી બાજુ શિવસેનાના વિધાનસભ્ય સંજય શિરસાટે બે દિવસ પહેલાં મભમમાં કહ્યું હતું કે આવાં ઑપરેશન જાહેરાત કરીને નથી થતા, એ ક્યારે કરવું એનો નિર્ણય  એકનાથ શિંદે લેશે.


Whatsapp-channel Whatsapp-channel

12 April, 2026 07:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK