એક કર્મચારી ૪૦ ટકા જેટલો દાઝ્યો હતો તેની સારવાર ચાલી રહી છે જ્યારે ૬ મહિલાઓનાં મોત થયાં છે.
પ્રતીકાત્મક તસવીર
કાંદિવલી-ઈસ્ટમાં આકુર્લી ક્રૉસ રોડ નંબર ૩ પર આવેલી રામ કિશન મેસ્ત્રી ચાલમાં ચાલતા ગૃહઉદ્યોગના રસોડામાં ગયા બુધવારે ગૅસ લીક થયા બાદ ફાટી નીકળેલી આગમાં વધુ બે મહિલાઓ ૩૯ વર્ષની જાનકી ગુપ્તા અને ૩૦ વર્ષની દુર્ગા ગુપ્તાનાં ગઈ કાલે સારવાર દરમ્યાન મોત થયાં હતાં. આમ આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓની સંખ્યા હવે ૬ પર પહોંચી ગઈ છે. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાં શિવાની ગાંધી આ ગૃહઉદ્યોગ રસોડું ચલાવતાં હતાં અને અનેક મહિલાઓને રોજગાર આપતાં હતાં. ૨૪ સપ્ટેમ્બરે સવારે રસોડામાં ગૅસ લીક થયો હોય એવું લાગતાં બધી મહિલાઓ બહાર નીકળી ગઈ હતી. એ પછી ગૃહઉદ્યોગના એક કર્મચારીએ ગૅસનું સિલિન્ડર પાણી ભરેલા ડ્રમમાં મૂકી દીધું હતું. ત્યાર બાદ રૂમ બંધ કરીને બધા ચાલ્યા ગયા હતા. મહિલાઓ સવારે ૧૧ વાગ્યે પાછી એ રૂમમાં આવી અને જેવી લાઇટની સ્વિચ ઑન કરી ત્યારે સ્પાર્ક થયો અને ધડાકાભેર આગ ફાટી નીકળી હતી જેમાં સાત જણ ગંભીર રીતે દાઝી ગયા હતા. એક કર્મચારી ૪૦ ટકા જેટલો દાઝ્યો હતો તેની સારવાર ચાલી રહી છે જ્યારે ૬ મહિલાઓનાં મોત થયાં છે.


