થાણેમાં ગુરુવારે એક અપાર્ટમેન્ટની સીલિંગનું પ્લાસ્ટર પડી જતાં બે બાળકો ઘાયલ થયાં હતાં.
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ (પી.ટી.આઇ.) : થાણેમાં ગુરુવારે એક અપાર્ટમેન્ટની સીલિંગનું પ્લાસ્ટર પડી જતાં બે બાળકો ઘાયલ થયાં હતાં. થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશનના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલના વડા યાસિન તડવીએ જણાવ્યું હતું કે ‘મુંબ્રા વિસ્તારમાં અમૃતનગર ખાતે પાંચ માળની ઇમારતના બીજા માળે અપાર્ટમેન્ટમાં મધરાત બાદ લગભગ બે વાગ્યે આ ઘટના બની હતી. પ્લાસ્ટર પડ્યું ત્યારે પરિવારના સભ્યો હૉલમાં સૂતા હતા. સ્થાનિક ફાયરમેન અને ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલની ટીમ અલર્ટ મળ્યા બાદ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને કાટમાળ હટાવ્યો હતો. સાત અને નવ વર્ષના બે ભાઈઓ ઘાયલ થયા હતા અને તેમને કળવાની સિવિલ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તેમને સારવાર અપાયા બાદ રજા આપવામાં આવી હતી.


