૧.૩૮ કરોડ રૂપિયાનાં મેડિકલ ઇક્વિપમેન્ટ્સની ચોરી કરી હતી
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ (પી.ટી.આઇ.) : ભિવંડી શહેરનાં બે ગોડાઉનમાંથી બે કરોડ રૂપિયા કરતાં વધુ મૂલ્યના ટીવી સેટ્સ અને મેડિકલ ઇક્વિપમેન્ટ્સની ચોરીના મામલે બે શખ્સની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે રવિવારે જણાવ્યું હતું.
પોલીસે આરોપીઓ પાસેથી ૧.૫૧ કરોડ રૂપિયાનો ચોરાયેલો સામાન કબજે કર્યો હતો. બંને આરોપીઓને શુક્રવારે ઝડપી લેવાયા હોવાનું ભિવંડીના ઝોન ૨ના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ નવનાથ ધાવલેએ જણાવ્યું હતું. આ ચોરીઓ છેલ્લા બે મહિના કરતાં વધુના સમયગાળા દરમિયાન થઈ હતી.
ADVERTISEMENT
આરોપીઓએ ગોડાઉનમાંથી જાણીતી બ્રૅન્ડના ૭૫ લાખ રૂપિયાના ટીવી સેટ્સ ચોર્યા હતા અને અન્ય બનાવમાં તેમણે માણકોલીના ગોડાઉનમાંથી ૧.૩૮ કરોડ રૂપિયાનાં મેડિકલ ઇક્વિપમેન્ટ્સની ચોરી કરી હતી એમ અધિકારીએ જણાવ્યું હતું.
પોલીસે તપાસ કરીને બંને ચોરને ઝડપી લીધા હતા, જ્યારે મેડિકલ ઇક્વિપમેન્ટ્સની ચોરીમાં સંડોવાયેલા અન્ય ત્રણની શોધ ચાલુ છે એમ અધિકારીએ જણાવ્યું હતું.