કૃષ્ણા નદીની ઊંડાઈનો અંદાજ ન આવતાં તે ડૂબી ગયો હતો. સ્થાનિક લોકોની મદદથી શૂટિંગ કરી રહેલી ટીમે તેને શોધવાનો પ્રયાસ કર્યો હતો
ઍક્ટર સૌરભ શર્મા
સાતારાના સંગમ માહુલી ખાતે અત્યારે ‘રાજા શિવાજી’નું શૂટિંગ ચાલી રહ્યું છે જેનું દિગ્દર્શન રિતેશ દેશમુખ કરી રહ્યો છે. ગઈ કાલે દિવસનું કામ પૂરું થયા બાદ ફિલ્મમાં કામ કરી રહેલો કલાકાર ડાન્સર સૌરભ શુક્લા કૃષ્ણા નદીમાં ડૂબી ગયો હતો. તે જ્યારે પાણીમાં હતો ત્યારે લેવામાં આવેલા એેક વિડિયોમાં તેને તરતાં આવડતું હોવાનું જણાયું છે.
કૃષ્ણા નદીની ઊંડાઈનો અંદાજ ન આવતાં તે ડૂબી ગયો હતો. સ્થાનિક લોકોની મદદથી શૂટિંગ કરી રહેલી ટીમે તેને શોધવાનો પ્રયાસ કર્યો હતો. આ બાબતની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવી એ પછી તરત જ પોલીસ-ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. જોકે એ પછી અંધારું વધવા માંડતાં શોધખોળ પડતી મૂકવામાં આવી હતી. આજે ફરી તેની શોધખોળ કરવામાં આવશે.

