ગળતી પાઇપ અને ટાંકીઓને દુરસ્ત કરવામાં સોસાયટીઓ નિષ્ફળ જશે તો તેમની પાણીની લાઇન કાપી નાખવાની ચેતવણી આપી છે.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
પાણીનો દુરુપયોગ અટકાવવા અને પાણીની જાળવણીના મરણિયા પ્રયાસમાં થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)એ પણ ગૅરેજોમાં તમામ વાહનોને ધોવા પર પ્રતિબંધ મૂક્યો છે તથા ગળતી પાઇપ અને ટાંકીઓને દુરસ્ત કરવામાં સોસાયટીઓ નિષ્ફળ જશે તો તેમની પાણીની લાઇન કાપી નાખવાની ચેતવણી આપી છે.
કોંકણ પ્રાંતનાં જળાશયોના રાજ્ય સ્તરના ઍનૅલિસિસમાં જાણવા મળ્યું હતું કે એમાં પાણીનો માત્ર ૩૭ ટકા જથ્થો બચ્યો છે અને સાથોસાથ થાણે જિલ્લાના વિસ્તારોમાં પાણીનાં ટૅન્કરો પરની નિર્ભરતામાં વધારો થયો છે. પરિસ્થિતિનું સત્વરે નિરાકરણ કરવામાં નહીં આવે તો આ જળાશયો પૈકી અમુકમાંથી પાણી મેળવતી થાણે સહિતની અન્ય સુધરાઈઓએ પણ મુશ્કેલીનો સામનો કરવાનો રહેશે. મ્યુનિસિપલ કમિશનર સૌરભ રાવે ૧૦ જૂન સુધી રસ્તા પરનાં સેન્ટરો ખાતે તમામ વાહનોને ધોવાનું સત્વરે અટકાવવા અન્યથા પગલાનો સામનો કરવા આદેશ બહાર પાડ્યો છે.