તે તણાવા માંડતાં તેની મદદ કરવા સનાએ પણ નદીમાં ઝંપલાવ્યું હતું અને એ પછી બન્ને બહેનો તણાઈ ગઈ હતી. ફાયર-બ્રિગેડે જણાવ્યું હતું
પ્રતીકાત્મક તસવીર
ટિટવાલાના વાસુંદ્રી ગામમાં રહેતી બે બહેનો ૧૫ વર્ષની રુખસાર અન્સારી અને ૧૦ વર્ષની સના અન્સારી ગઈ કાલે બપોરે કાળુ નદીમાં કપડાં ધોવા ગઈ હતી. એ વખતે એક કપડું પાણીના પ્રવાહમાં ખેંચાઈ જતાં રુખસારે નદીમાં ઝંપલાવ્યું હતું. તે તણાવા માંડતાં તેની મદદ કરવા સનાએ પણ નદીમાં ઝંપલાવ્યું હતું અને એ પછી બન્ને બહેનો તણાઈ ગઈ હતી. ફાયર-બ્રિગેડે જણાવ્યું હતું કે ‘અમે બન્ને બહેનોને શોધવા ટ્યુબબોટથી સર્ચ ઑપરેશન શરૂ કર્યું હતું. સનાનો મૃતદેહ તરત મળ્યો હતો, પણ રુકસાનની શોધખોળ સાંજ સુધી ચાલી હતી પણ તે નહોતી મળી શકી.


