પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના રવિવારે મોડી રાત્રે બની હતી.
પ્રતીકાત્મક તસવીર
ભિવંડીમાં છરીની અણીએ ૨૧ લાખ રૂપિયાથી વધુની લૂંટ
થાણેના ભિવંડી શહેરમાં હથિયાર સાથે ત્રણ ચોર એક મકાનમાં ઘૂસી ગયા હતા અને ૨૧ લાખ રૂપિયાથી વધુની કીમતી ચીજવસ્તુઓ લઈ ગયા હતા. પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના રવિવારે મોડી રાત્રે બની હતી. આરોપીઓએ ઘરના લોકોને ધમકી આપી હતી અને છરીના ઘા પણ માર્યા હતા. ત્યાર બાદ તેઓ ૨૧ લાખની કિંમતના દાગીના અને ૯૫,૦૦૦ રૂપિયા કૅશ લઈને નાસી ગયા હતા. આરોપીઓ સામે આઇપીસીની કલમ ૩૯૭, ૪૫૭ અને ૩૮૦ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
થાણેના તળાવમાં ઝંપલાવનાર વ્યક્તિને સ્થાનિક લોકોએ બચાવ્યો
થાણે શહેરમાં ઘરેલુ સમસ્યાઓને કારણે આત્મહત્યાનો પ્રયાસ કરનારી ૫૩ વર્ષની વ્યક્તિને સ્થાનિક લોકોએ બચાવી લીધો હતો. આ ઘટના સવારે ૯.૨૦ વાગ્યાની આસપાસ મખમલી તળાવમાં બની હતી. સિવિક ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલના પ્રમુખ યાસિન તડવીએ જણાવ્યું હતું કે ‘સ્થાનિકોએ ખોપટના રહેવાસી સંદીપ જાધવને તળાવમાંથી બહાર કાઢ્યો હતો. તેને સામાન્ય ઈજા થતાં કલવા સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. લોકલ ફાયર સ્ટેશન અને આરડીએમસીની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી, પણ આસપાસના લોકોએ તે વ્યક્તિને પહેલાં જ બચાવી લીધી હતી.’
સોનાના નકલી સિક્કા વેચીને પાંચ લાખનો ફ્રૉડ કરવા બદલ ત્રણ વ્યક્તિ સામે કેસ
નવી મુંબઈના ૪૧ વર્ષના એક શખ્સને સોનાના નકલી સિક્કા વેચીને પાંચ લાખ રૂપિયાની છેતરપિંડી કરવા બદલ એક મહિલા, તેના દીકરા અને અન્ય એક વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપી મુમ્બ્રાનો રહેવાસી છે. તેણે આ મહિનાની શરૂઆતમાં અસલી સોનાના સિક્કા વેચીને પીડિતનો વિશ્વાસ જીત્યો હતો. ખારઘરના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ‘સાચા સિક્કા વેચ્યા બાદ વધુ સિક્કા ખરીદવાની લાલચ આપીને નકલી સિક્કા વેચ્યા હતી અને એમ કરીને તેણે પાંચ લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. ફ્રૉડ થયાનો ખ્યાલ આવતાં પીડિતે મુમ્બ્રા પોલીસનો સંપર્ક કર્યો હતો. ખારઘર પોલીસે સોમવારે માતા-પુત્ર તથા અન્ય આરોપી સામે કેસ નોંધ્યો છે.’

