° °

આજનું ઇ-પેપર
Tuesday, 15 June, 2021


આ કચ્છી ડૉક્ટર દોઢ મહિનાથી ૪ વર્ષના દીકરાને નથી મળી

20 July, 2020 08:53 AM IST | Mumbai Desk | Mumbai correspondent

આ કચ્છી ડૉક્ટર દોઢ મહિનાથી ૪ વર્ષના દીકરાને નથી મળી

ડૉક્ટર સપના શાહ-મોતા

ડૉક્ટર સપના શાહ-મોતા

કોરોના-સંકટમાં ફ્રન્ટલાઇન હેલ્થ વિભાગ અને પોલીસ ચાર મહિનાથી દિવસરાત કામ કરી રહ્યાં છે. આ ફીલ્ડના અનેક લોકોએ જીવ ગુમાવ્યા હોવા છતાં કોરોના વૉરિયર તરીકે તેઓ ફરજ નિભાવી રહ્યા છે. બોરીવલીનાં કચ્છી ડૉક્ટર અંધેરી-ઈસ્ટમાં આવેલી સેવન હિલ્સ હૉસ્પિટલમાં કોરોના વૉરિયર તરીકે દોઢેક મહિનાથી કામ કરી રહ્યાં છે. તેમણે પોતાના ચાર વર્ષના દીકરાનું આટલા દિવસમાં મોઢું નથી જોયું કે નથી તેને મળી શક્યાં.
બોરીવલીમાં રહેતાં બીએચએમસ એમડી ડૉક્ટર સપના શાહ-મોતા ચાર અઠવાડિયાંની હૉસ્પિટલની ડ્યુટી કરીને અત્યારે બે અઠવાડિયાં હોમ ક્વૉરન્ટીનમાં છે. જોકે પોતે ઘરે જશે તો પુત્ર તરત દોડીને ગળે વળગશે તો તે મુશ્કેલીમાં મુકાઈ શકે છે એટલે તેઓ તેમની મમ્મીના સાયનમાં આવેલા ઘરમાં ક્વૉરન્ટીન છે. ડૉક્ટર પોતાના પ્રાઇવેટ ક્લિનિકમાં પ્રૅક્ટિસ કરે છે, પણ અત્યારે હૉસ્પિટલમાં જરૂર હોવાથી તેઓ વૉલન્ટરી સેવા આપે છે.
કચ્છી વીસા ઓસવાળ સમાજનાં તથા કચ્છના માંડવી તાલુકાના પુનડી ગામનાં વતની ડૉ. સપના શાહ-મોતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોરોનાના આજના અત્યંત મુશ્કેલ અને જોખમી સમયમાં મેડિકલ ફીલ્ડમાં ડૉક્ટરોની ખૂબ કમી છે ત્યારે જ્યારે પ્રાઇવેટ ડૉક્ટરોની જરૂર હોવાની અપીલ કરાઈ હતી ત્યારે મેં સેવન હિલ્સ હૉસ્પિટલમાં વૉલન્ટરી ડ્યુટી જૉઇન કરી હતી. એક મહિનો હૉસ્પિટલમાં ડ્યુટી કરીને બે અઠવાડિયાંના હોમ ક્વૉરન્ટીનમાં છું. આટલા સમયમાં હું પરિવારજન ઉપરાંત ચાર વર્ષના દીકરા સારવિનને નથી મળી શકી. આટલા નાના બાળકથી દૂર રહેવું કોઈ પણ મમ્મી માટે કઠિન હોય છે, પરંતુ મેડિકલ ફીલ્ડમાં છું એટલે લોકોની સેવા કરવાની ફરજ હોવાથી હું કામ કરી રહી છું. બે દિવસમાં ક્વૉરન્ટીન સમય પૂરો થશે ત્યાર બાદ પણ જો હૉસ્પિટલને મારી જરૂર હશે તો હું ડ્યુટી જૉઇન કરીશ.’

20 July, 2020 08:53 AM IST | Mumbai Desk | Mumbai correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

`નાગિન 3` ફૅમ પર્લ વી પુરીને બળાત્કારના કેસમાં ૧૧ દિવસ બાદ મળ્યા જામીન

ટીવી અભિનેતા પર પાંચ વર્ષની છોકરીનો બળાત્કાર કરવાનો આરોપ છે

15 June, 2021 06:41 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

ફાઇવ સ્ટાર હોટલમાં ડ્રગ્સ સાથે જન્મદિવસ ઉજવતી હતી આ અભિનેત્રી,પોલીસે કરી ધરપકડ

એક ફાઇવ સ્ટાર હોટલમાં બૉલિવૂડ અભિનેત્રી નેહલ શાહ પોતાનો જન્મદિવસ ઉજવતી હતી. પોલીસે રવિવાર-સોમવાર દરમિયાનની રાતે હોટલમાં છાપેમારી કરી આ મામલે ખુલાસો કર્યો.

15 June, 2021 01:16 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

મુંબઇમાં મહિલા પોલીસકર્મી સાથે બળાત્કાર, ત્રણે લોકો વિરુદ્ધ FIR નોંધાઇ

સોમવારે જાહેર એક નિવેદનમાં, પોલીસે કહ્યું કે મુખ્ય આરોપીએ લગ્નના બહાને મહિલા આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર સાથે બળાત્કાર કર્યો અને મહિલાને બ્લેકમેલ કરવા માટેની ઘટનાનો વીડિયો પણ બનાવ્યો છે.

15 June, 2021 01:07 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK