પોલીસની તપાસમાં ધરપકડ કરવામાં આવેલા શૂટર અજય કશ્યપે લૉરેન્સ બિશ્નોઈ સાથે વિડિયો-કૉલથી વાતચીત કરી હોવાનું જણાઈ આવ્યું છે
સલમાન ખાન
બૉલીવુડના દબંગ અભિનેતા સલમાન ખાનની હત્યા કરવાના મામલામાં નવી મુંબઈ પોલીસે ધરપકડ કરેલા લૉરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રાર ગૅન્ગના શૂટરોની તપાસમાં જણાઈ આવ્યું છે કે ગૅન્ગનો સલમાનની હત્યા કરવા માટે સગીર ટીનેજરોનો ઉપયોગ કરવાનો પ્લાન હતો. પોલીસની તપાસમાં ધરપકડ કરવામાં આવેલા શૂટર અજય કશ્યપે લૉરેન્સ બિશ્નોઈ સાથે વિડિયો-કૉલથી વાતચીત કરી હોવાનું જણાઈ આવ્યું છે. આ વાતચીતમાં જણાયું છે કે કૅનેડામાં રહેતા ગૅન્ગસ્ટર ગોલ્ડી બ્રારના આદેશથી મુંબઈ, થાણે, નવી મુંબઈ, પુણે, રાયગડ અને ગુજરાતમાંથી ૧૮ વર્ષથી નાની ઉંમરના યુવાનોને શોધીને ગૅન્ગમાં સામેલ કરો, તેમને તાલીમ આપીને અત્યાધુનિક શસ્ત્રથી સલમાન ખાન પર હુમલો કરવાનો પ્લાન બનાવો.


