જ્યાં સુધી શો-કૉઝ નોટિસ વિશે નિર્ણય ન લેવાય ત્યાં સુધી કમિશનર અને અન્ય અધિકારીઓને તેમનો પગાર મળશે નહીં.
અશ્વિની ભિડે
બોરીવલીમાં બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST)ની જમીન પરથી અતિક્રમણ દૂર ન કરવા બદલ સુપ્રીમ કોર્ટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)નાં કમિશનર અશ્વિની ભિડે વિરુદ્ધ કોર્ટના તિરસ્કારની કાર્યવાહી શરૂ કરી છે. કોર્ટે કમિશનર અને અન્ય અધિકારીઓના નવેમ્બર મહિનાના પગાર અટકાવી દીધા છે. અતિક્રમણ હટાવવા વધુ સમય આપવાનો ઇનકાર કર્યો છે અને પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જ્યાં સુધી શો-કૉઝ નોટિસ વિશે નિર્ણય ન લેવાય ત્યાં સુધી કમિશનર અને અન્ય અધિકારીઓને તેમનો પગાર મળશે નહીં.
