આ ૧૩.૩ કિલોમીટરના સ્ટ્રેચમાં ૮ લેનનો રોડ છે. ૧.૬૧ કિલોમીટર અને ૮.૯ કિલોમીટર લાંબી બે ટનલ બનાવવામાં આવી છે
આ મિસિંગ લિન્કનું કામ હવે પૂરું થયું છે અને ટૂંક સમયમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પહેલી મે મહારાષ્ટ્ર દિને એનું ઉદ્ઘાટન કરે એવી શક્યતા છે
મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ખંડાલા ઘાટ સેક્શનને બાયપાસ કરી સીધા લોનાવલાથી આગળ નીકળી શકાય અને સમયની બચત થાય એ માટે લાંબા સમયથી ૧૩.૩ કિલોમીટર લાંબી મિસિંગ લિન્કનું કામ ચાલી રહ્યું હતું એ હવે પૂરું થયું છે. આ મિસિંગ લિન્કનું પહેલી મેએ મહારાષ્ટ્ર દિને ઉદ્ઘાટન થવાની શક્યતા છે.
આ ૧૩.૩ કિલોમીટરના સ્ટ્રેચમાં ૮ લેનનો રોડ છે. ૧.૬૧ કિલોમીટર અને ૮.૯ કિલોમીટર લાંબી બે ટનલ બનાવવામાં આવી છે. સાથે જ ૬૫૦ મીટરનો કેબલ-સ્ટેઇડ બ્રિજ પણ બનાવવામાં આવ્યો છે. આ કેબલ-સ્ટેઇડ બ્રિજ ભારતનો સોથી ઊંચો ૧૮૨ મીટર ઊંચો કેબલ-સ્ટેઇડ બ્રિજ છે.
ADVERTISEMENT
મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (MSRDC) અને પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (PWD) દ્વારા આ મિસિંગ લિન્ક બનાવવામાં આવી છે. આ મિસિંગ લિન્કનું કામ હવે પૂરું થયું છે અને ટૂંક સમયમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પહેલી મે મહારાષ્ટ્ર દિને એનું ઉદ્ઘાટન કરે એવી શક્યતા છે. આ મિસિંગ લિન્કને કારણે મુંબઈ-પુણે વચ્ચેનું અંતર ૩૦ મિનિટ જલદી પાર કરી શકાશે.
