Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મિત્રોએ મસ્તી-મસ્તીમાં કર્યું માનવતાને શરમાવનારું કૃત્ય

મિત્રોએ મસ્તી-મસ્તીમાં કર્યું માનવતાને શરમાવનારું કૃત્ય

25 November, 2022 09:02 AM IST | Mumbai
Mehul Jethva | mehul.jethva@mid-day.com

બદલાપુરમાં ત્રણ ફ્રેન્ડ્સે એક મિત્રની મજાક કરવા તેની ગુદામાં વેલણ નાખ્યું: ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા પીડિતનો હૉસ્પિટલમાં ચાલુ છે ઇલાજ: પોલીસે કરી ત્રણેયની ધરપકડ

પ્રતીકાત્મક તસવીર

Crime News

પ્રતીકાત્મક તસવીર



મુંબઈ ઃ બદલાપુર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં ત્રણ મિત્રોએ મળી અન્ય એક મિત્ર સાથે માત્ર મજાકમસ્તીમાં એની ગુદામાં વેલણ નાખી દીધું હતું જેમાં પીડિત ગંભીર રીતે જખમી થયો હોવાથી તેને હૉસ્પિટલમાં ઇલાજ માટે ખસેડવામાં આવ્યો હતો. એ પછી ઘટનાને ગંભીરતાથી લેતાં બદલાપુર પોલીસે આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધીને તેમની અટકાયત કરી છે. આરોપીઓમાં એક કિશોર આરોપીનો પણ સમાવેશ છે.
બદલાપુરના મોહપાડા વિસ્તારમાં રહેતો ૨૫ વર્ષનો યુવક ૧૨ નવેમ્બરે સાંજે તેના એક મિત્રના ઘરે ગયો હતો, જ્યાં તેના અન્ય ત્રણ મિત્રો પણ હાજર હતા. આ તમામે મળીને પીડિત યુવકને મોજમસ્તી માટે શારીરિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. તેની સાથે જબરદસ્તી સેક્સ કરવામાં આવ્યું હતું જે પછી એનો વિડિયો બનાવવામાં આવ્યો હતો. એટલું જ નહીં, જે મિત્રના ઘરે ગયો હતો ત્યાં કિચનમાં પડેલું વેલણ પણ પીડિત યુવકની ગુદામાં નાખવામાં આવ્યું હતું, જેમાં ગંભીર રીતે જખમી થયેલા પીડિતને ખાનગી હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. આ ઘટનાની માહિતી પીડિત યુવક કોઈને ન આપે એ માટે આરોપી યુવકે એ ઘટનાનો વિડિયો મોકલીને તેને બ્લૅકમેઇલ કરવાનો પ્રયાસ કર્યો હતો. અંતે ઘટનાની માહિતી થોડા દિવસ પછી પીડિતે પરિવારજનોને આપતાં તેઓએ બદલાપુર-ઈસ્ટ પોલીસ સ્ટેશનમાં ત્રણે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ઘટનાને ગંભીરતાથી લેતાં પોલીસે ગુનો નોંધી આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી હતી.
બદલાપુર-ઈસ્ટ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર અનિલ પડવળે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ઘટનાને ગંભીરતાથી લેતાં અમે આરોપીઓની ધરપકડ કરી છે. 
હાલમાં ફરિયાદી યુવાનનો ખાનગી હૉસ્પિટલમાં ઇલાજ ચાલી રહ્યો છે. આ ત્રણ આરોપીમાંથી એક આરોપી સગીર વયનો છે.


Whatsapp-channel Whatsapp-channel

25 November, 2022 09:02 AM IST | Mumbai | Mehul Jethva

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK