Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સમિતિએ મધ્યસ્થી કરી એટલે BESTની હડતાળ પાછી ખેંચાઈ

સમિતિએ મધ્યસ્થી કરી એટલે BESTની હડતાળ પાછી ખેંચાઈ

Published : 22 August, 2026 09:16 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ મામલે તૃષ્ણા વિશ્વાસરાવે યુનિયનના સભ્યો સાથે ચર્ચા કરીને નિવેડો લાવવાનું આશ્વાસન આપતાં ઉપોષણ પાછું ખેંચવામાં આવ્યું હતું.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિસિટી સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) અન્ડરટેકિંગ દ્વારા મંગળવારથી તેમની વિલંબિત માગણીઓ પૂરી કરાય એ માટે બેમુદત ઉપોષણ શરૂ કરવામાં આવ્યું હતું, જે હવે પાછું ખેંચી લેવામાં આવ્યું છે. BEST સમિતિનાં અધ્યક્ષ તૃષ્ણા વિશ્વાસરાવ દ્વારા મધ્યસ્થી કરવામાં આવતાં BEST યુનિયનના સરચિટણીસ શશાંક રાવે BEST વર્કર્સ યુનિયન દ્વારા જાહેર કરવામાં આવેલું ઉપોષણ પાછું ખેંચી લીધું છે. ઉલ્લેખનીય છે કે BEST વર્કર્સ યુનિયન દ્વારા ૩ પ્રમુખ માગણીઓ પ્રશાસન સમક્ષ મૂકવામાં આવી હતી. કર્મચારીઓના વેતન-કરાર, સાતમા વેતનપંચની જોગવાઈઓ અનુસાર મૂળ વેતનની રચના સહિતની માગણીઓ સાથે આ ઉપોષણ શરૂ કરવામાં આવ્યું હતું. આ મામલે તૃષ્ણા વિશ્વાસરાવે યુનિયનના સભ્યો સાથે ચર્ચા કરીને નિવેડો લાવવાનું આશ્વાસન આપતાં ઉપોષણ પાછું ખેંચવામાં આવ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

22 August, 2026 09:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK