Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > થાણેમાં ૧૩.૮૨ લાખ રૂપિયાનાં પ્રતિબંધિત તમાકુ ઉત્પાદનો જપ્ત : એક જણની ધરપકડ

થાણેમાં ૧૩.૮૨ લાખ રૂપિયાનાં પ્રતિબંધિત તમાકુ ઉત્પાદનો જપ્ત : એક જણની ધરપકડ

Published : 28 December, 2023 09:45 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આરોપીને પ્રતિબંધિત વસ્તુઓ ક્યાંથી મળી હતી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


પોલીસે થાણેમાં એક ટેમ્પોમાંથી ૧૩.૮૨ લાખની કિંમતનાં પ્રતિબંધિત તમાકુ ઉત્પાદનો જપ્ત કર્યાં હતાં અને એને ટ્રાન્સપોર્ટ કરનાર એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.

કોનગાંવ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ‘ટ્રૅપના આધારે પોલીસે ભિવંડીના રાજનોલી પુલ નીચે છટકું ગોઠવ્યું હતું. ત્યાં ટેમ્પો પકડાઈ જતાં ૧૩.૮૨ લાખ રૂપિયાનાં પ્રતિબંધિત તમાકુ ઉત્પાદનો જપ્ત કરવામાં આવ્યાં હતાં. ૩૨ વર્ષના ટેમ્પોચાલકની ધરપકડ કરવામાં આવી હતી અને ટેમ્પો જપ્ત કરવામાં આવ્યો હતો. ભારતીય દંડસંહિતા અને ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (એફડીએ) નિયમોની સંબંધિત જોગવાઈઓ હેઠળ ડ્રાઇવર સામે કેસ નોંધવામાં આવ્યો હતો.’



પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આરોપીને પ્રતિબંધિત વસ્તુઓ ક્યાંથી મળી હતી અને તેણે કોને પહોંચાડવાની યોજના બનાવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

28 December, 2023 09:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK