૨૧ કિલોમીટર દોડેલા દેવાતી બેન્ની નિયમિત જિમમાં જઈને કસરત કરતા હતા
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC) દ્વારા આયોજિત વર્ષા મૅરથૉનમાં ૨૧ કિલોમીટર દોડીને ઘરે પરત ફરતાં જ દેવાતી બેન્ની નામના દોડવીરને જીવલેણ હાર્ટ-અટૅક આવ્યો હતો. થાણેની હૅપી વૅલી સોસાયટીમાં રહેતા દેવાતી બેન્ની નિયમિત રીતે જિમમાં જઈને કસરત કરતા હતા. તેમણે મૅરથૉન માટે ખાસ ટ્રેઇનિંગ પણ કરી હતી. જીવ ગુમાવનાર સ્પર્ધક દર વર્ષે થાણે મૅરથૉનમાં ભાગ પણ લેતા હતા. આ વર્ષે ઉત્સાહપૂર્વક થાણે મૅરથૉનમાં ભાગ લઈને ૨૧ કિલોમીટરની દોડ પૂરી કર્યા બાદ તેઓ ઘરે પરત ફર્યા હતા. ત્યાર બાદ હાર્ટ-અટૅક આવતાં તેમણે જીવ ગુમાવ્યો હતો.


