પોલીસે તેની સામે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટની જોગવાઈઓ હેઠળ ગુનો પણ નોંધ્યો હતો

પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર (Maharashtra)ના થાણે (Thane)માં સત્તાવાળાઓ દ્વારા 32 વર્ષીય યુવકની ધરપકડ કરવામાં આવી છે અને તેના કબજામાંથી રૂા. 1.12 લાખની કિંમતનું પ્રતિબંધિત ડ્રગ મેફેડ્રોન જપ્ત કરવામાં આવ્યું છે, એમ સમાચાર એજન્સી પીટીઆઈએ રવિવારે અહેવાલ આપ્યો હતો.
પીટીઆઈએ વરિષ્ઠ પોલીસ નિરીક્ષક સચિન ગાયકવાડને ટાંકીને જણાવ્યું હતું કે, "એક સૂચનાના આધારે કાર્યવાહી કરીને, એક પોલીસની ટીમે શુક્રવારે સાંજે છટકું ગોઠવ્યું હતું અને જમશેદ તાવિઝ અંસારી નામના માણસને ભીવંડી વિસ્તારમાં એક બજાર પાસેથી પકડી પાડ્યો હતો.” પોલીસને તેના કબજામાંથી 16.5 ગ્રામ મેફેડ્રોન મળ્યું આવ્યું હતું, જે એમડી પાવડર તરીકે પણ જાણીતો છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
પોલીસે તેની સામે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટની જોગવાઈઓ હેઠળ ગુનો પણ નોંધ્યો હતો. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આરોપીને આ ડ્રગ્સ ક્યાંથી મળ્યું અને તેણે કોને વેચવાનો પ્લાન બનાવ્યો હતો, એમ વરિષ્ઠ પોલીસ ઇન્સ્પેક્ટરે પીટીઆઈને જણાવ્યું હતું.
અગાઉ 7 મેના રોજ મહારાષ્ટ્રના થાણે શહેરમાં પોલીસે રૂા. 8.40 લાખની કિંમતનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું અને આ સંબંધમાં એક પુરુષ અને એક મહિલાની ધરપકડ કરી હતી. એક સૂચનાના આધારે કાર્યવાહી કરતા, મીરા ભાઈંદર-વસઈ વિરાર પોલીસના અધિકારીઓએ શનિવારે ઘોડબંદર રોડ પર રેતીબંદર વિસ્તારમાં એક ચાલ (રો ટેનામેન્ટ)ના એક રૂમમાં દરોડો પાડ્યો હતો.
પોલીસે બે વ્યક્તિઓ પાસેથી 105 ગ્રામ મેફેડ્રોન (MD) પાવડર, એક સિન્થેટીક ઉત્તેજક, જપ્ત કર્યા હતા અને તેમની ધરપકડ કરી હતી, ઝોન 1ના ડેપ્યુટી પોલીસ કમિશનર જયંત બજબલેએ પીટીઆઈને જણાવ્યું હતું.
આ પણ વાંચો: Maharashtra: થાણેમાં 20 દિવસના બાળકને વેચનાર ગેંગનો પર્દાફાશ, માતાની પણ સંડોવણી
આરોપીઓની ઓળખ મરજહાં ઉર્ફે ગુડિયા તાજુદ્દિરન શેખ અને અલી અસગર હુસૈન બડેલા તરીકે કરવામાં આવી છે, એમ તેમણે જણાવ્યું હતું. તેમની સામે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટની જોગવાઈઓ હેઠળ કેસ કરવામાં આવ્યો છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ બંનેએ ડ્રગ્સ ક્યાંથી મેળવ્યું અને તે કોને વેચવાનો પ્લાન બનાવ્યો હતો.