ડિજિટલ ડોમ પ્લૅનેટેરિયમ અને ઓપન ઑબ્ઝર્વેટરીની સુવિધા
પ્રતીકાત્મક તસવીર
થાણેના ખગોળપ્રેમીઓ અને વિદ્યાર્થીઓ માટે થાણે જિલ્લાના પ્રથમ પ્લૅનેટેરિયમનું રવિવારે શહાપુર તાલુકાના સાકડબાવ ગામ ખાતે ગઈ કાલે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
‘સ્પેસ ઍસ્ટ્રોટેઇનમેન્ટ પ્લૅનેટેરિયમ ઍન્ડ ઑબ્ઝર્વેટરી’ (SAPO) તરીકે ઓળખાતું આ પ્રાઇવેટ પ્લૅનેટેરિયમ ૩.૫ એકર વિસ્તારમાં ફેલાયેલું છે. આ કેન્દ્રની મુખ્ય વિશેષતા એનું ૫૬ બેઠકોની ક્ષમતા ધરાવતું અત્યાધુનિક ડિજિટલ ડોમ પ્લૅનેટેરિયમ છે જે ૩૬૦-ડિગ્રી પ્રોજેક્શન ટેક્નૉલૉજીથી સજ્જ છે.
ADVERTISEMENT
અહીં એક ઓપન સ્કાય ઑબ્ઝર્વેટરી પણ બનાવવામાં આવી છે જેમાં ટેલિસ્કોપ દ્વારા આકાશદર્શન કરાવાશે. મુલાકાતીઓ શનિનાં વલયો અને ચંદ્રની સપાટીને પ્રત્યક્ષ નિહાળી શકશે. લાંબો સમય રોકાઈને અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ માટે અહીં રહેવાની સગવડ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
