Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > થાણેમાં રૉકેટ સ્ટાઈલના ફટાકડાઓ ફોડવા પર બૅન: એક પછી એક થયેલી આગની ઘટનાઓ બાદ નિર્ણય

થાણેમાં રૉકેટ સ્ટાઈલના ફટાકડાઓ ફોડવા પર બૅન: એક પછી એક થયેલી આગની ઘટનાઓ બાદ નિર્ણય

Published : 09 November, 2026 08:32 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Thane Bans Rockets: ગઇકાલે રાત્રે પણ થાણેમાં આગની ઘટના બનતાં ફાયરબ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. એકનાથ શિંદેએ પણ મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


Thane Bans Rockets: લોકો ફટાકડાઓ ફોડીને દિવાળી પર્વની ઉજવણી કરી રહ્યા છે. મુંબઈ અને થાણેમાં ઠેરઠેર આગની બીનાઓ નોંધાઈ છે. ગઇકાલે રાત્રે પણ થાણેમાં આગની ઘટના બનતાં ફાયરબ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. એકનાથ શિંદેએ પણ મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. સતત થાણેમાં આગની ઘટનાઓ સામે આવતાં થાણે જિલ્લા વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું હોય તેવું જણાવી રહ્યું છે. થાણે જિલ્લા વહીવટીતંત્રએ રૉકેટ અને તેની જેવા આકાશમાં ઉડાડવામાં આવતા ફટાકડાઓ પર પ્રતિબંધ મૂક્યો છે.

રિપોર્ટ્સ પ્રમાણે ગઇકાલે થાણેમાં આતશબાજીને કારણે આગ લાગી હતી. રૉકેટ જેવા ફટાકડાઓને કારણે જે રીતે આગની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે તેને પગલે વહીવટીતંત્રએ આ બૅન લાગુ (Thane Bans Rockets) કર્યો છે.  પ્રાપ્ત માહિતી અનુસાર અત્યારસુધીમાં થાણેના વિવિધ વિસ્તારમાં આગની ૧૧ ઘટનાઓ નોંધાઇ ચૂકી છે. હવે ફરી આવી ઘટનાઓ ન બને તે માટે જિલ્લા વહીવટીતંત્રએ આ મોટો નિર્ણય લીધો હોવાનું સામે આવ્યું છે. પબ્લિક અને પ્રાઇવેટ જગ્યાએ, બિલ્ડિંગના ટેરેસ પર, બાલ્કનીમાં, આંગણામાં અને રેસિડેન્શિયલ એમ તમામ જગ્યાએ આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. 



થાણે (Thane Bans Rockets)ના જિલ્લા કલેક્ટર શ્રીકૃષ્ણ પંચાલે જણાવ્યું કે, "રહેજા ગાર્ડન કોમ્પ્લેકસમાં એક બિલ્ડિંગમાં આગની ઘટના બની હતી. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન, ટી.ડી.આર.એફ. તેમજ અન્ય એજન્સીઓએ મળીને પરિસ્થિતિને કાબૂમાં લઈ લીધી છે. ડેપ્યુટી ચીફ મિનિસ્ટરે પણ મુલાકાત લઈ પરિસ્થિતિનો ત્યાગ મેળવ્યો હતો. દિવાળી દરમિયાન રૉકેટને કારણે આગની ઘટનાઓ થઈ રહી છે તે જોતાં રૉકેટ-સ્ટાઈલના ફટાકડાઓ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે." આ આદેશ નવમી નવેમ્બરના રોજ મધ્યરાત્રિએ ૧૨ વાગ્યાથી આઠમી જાન્યુઆરીના રોજ રાત્રે ૧૧.૫૯ વાગ્યા સુધી અમલમાં રહેશે.  


થાણે વેસ્ટમાં વાગલે એસ્ટેટના રહેજા ગાર્ડન કોમ્પ્લેકસમાં આવેલ ૧૭ માળની એક બિલ્ડિંગમાં રવિવારે સાંજના સમયે આગ (Thane Bans Rockets) ફાટી નીકળી હતી. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રાદેશિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના જણાવ્યા અનુસાર રાત્રે ૮.૩૧ વાગ્યે આગ લાગી હતી. માહિતી મળતાં જ બે બ્રોન્ટો ફાયર વેહિકલ, બે ફાયર એન્જિન, એક વોટર ટેન્કર તેમ જ બે જમ્બો વોટર ટેન્કર સાથે ફાયરબ્રિગેડની ટીમ પહોંચી ગઈ હતી. ડિઝાસ્ટર મેનેજમેન્ટના કર્મચારીઓ પણ પિક-અપ વેહિકલ સાથે સ્થળ પર પહોંચ્યા હતા. ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમ, પોલીસ અધિકારીઓ અને એમ્બ્યુલન્સ-સ્ટાફને પણ તૈનાત કરવામાં આવ્યો હતો. બિલ્ડિંગની અંદર ફસાયેલા પચાસ લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. સ્થાનિક જનપ્રતિનિધિઓ અને થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ પણ પરિસ્થિતિ અને ઇમર્જન્સી રિસ્પોન્સ પર નજર રાખી રહ્યા હતા. જોકે, આ આગ લાગી કઇ રીતે તે હજી જાણી શકાયું નથી. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

09 November, 2026 08:32 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK