Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > લોઅર પરેલના રેલવે યાર્ડમાં દસ વર્ષના છોકરા પર જાતીય અત્યાચાર

લોઅર પરેલના રેલવે યાર્ડમાં દસ વર્ષના છોકરા પર જાતીય અત્યાચાર

Published : 04 February, 2026 08:24 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૬ વર્ષના આરોપીની ધરપકડ : ૧૦,૦૦૦ રૂપિયા આપવાની લાલચ આપીને દુષ્કર્મ કર્યું

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


લોઅર પરેલના રેલવે યાર્ડમાં શનિવારે ૨૬ વર્ષના એક યુવકે ૧૦ વર્ષના બાળક પર જાતીય અત્યાચાર કર્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે. આ ઘટનાની જાણ થતાં ચર્ચગેટ ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)એ પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (POCSO) ઍક્ટ હેઠળ આરોપીની ધરપકડ કરી છે. આરોપી બાળકને ૧૦,૦૦૦ રૂપિયા આપવાની લાલચ આપી ચર્ચગેટથી લોકલ ટ્રેનમાં બેસાડીને લોઅર પરેલ લઈ ગયો હતો અને ત્યાં પાર્ક કરેલી ટ્રેનમાં ગુનાહિત કૃત્ય કર્યું હતું.

ચર્ચગેટ GRPના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શનિવારે સાંજે રડતી હાલતમાં ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતો છોકરો મુંબઈ સેન્ટ્રલ રેલવે પોલીસને મળ્યો હતો. ત્યારે તે કંઈ જ બોલવાની હાલતમાં ન હોવાથી તેની માતાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પાછળથી તપાસ કરતાં તેની સાથે બનેલી ઘટના તેણે માતાને કહી હતી. બાદમાં કેસ અમારા પોલીસ-સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો. આરોપીએ બૅગ જોવાના બહાને બાળકને ફસાવી તેને ૧૦,૦૦૦ રૂપિયા આપીશ એમ કહીને ટ્રેનમાં એકાંત સ્થળે લઈ જઈને અત્યાચાર કર્યા બાદ ફરાર થઈ ગયો હતો. ક્લોઝ્ડ સર્કિટ ટેલિ​વિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ અને ગુપ્ત સૂત્રની માહિતીના આધારે આરોપીની ઓળખ કરીને તેની ધરપકડ કરવામાં આવી છે. હાલ આરોપી અમારી કસ્ટડીમાં છે અને POCSO ઍક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી છે. આરોપી મધ્ય પ્રદેશનો વતની છે અને હાલમાં બેરોજગાર હોવાથી ફુટપાથ પર રહે છે. તેની સામે અગાઉ ચોરીના અનેક ગુનાઓ નોંધાયેલા છે.’


Whatsapp-channel Whatsapp-channel

04 February, 2026 08:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK